JB Solanki/ પંચમહાલમાં પ્રજાનો અવાજ નીંભર તંત્રના કાને ન પડતા વિપક્ષના નેતાનો આત્મવિલોપનનો પ્રયાસ

આપણે સામાન્ય રીતે યુવાન, યુવતી, પ્રેમીપંખીડા કે વિદ્યાર્થીના કે નબળા આરોગ્યના લીધે વૃદ્ધના આત્મહત્યાના સમાચાર સાંભળીએ છીએ, પણ ક્યારેય શું રાજકારણીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોય તેવું સાંભળીએ છીએ.

Top Stories Gujarat
JB Solanki પંચમહાલમાં પ્રજાનો અવાજ નીંભર તંત્રના કાને ન પડતા વિપક્ષના નેતાનો આત્મવિલોપનનો પ્રયાસ

આપણે સામાન્ય રીતે યુવાન, યુવતી, પ્રેમીપંખીડા કે વિદ્યાર્થીના કે નબળા આરોગ્યના લીધે વૃદ્ધના આત્મહત્યાના સમાચાર સાંભળીએ છીએ, પણ ક્યારેય શું રાજકારણીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોય તેવું સાંભળીએ છીએ. આવું ભાગ્યે જ જોવા મળે છે. હવે જો રાજકારણીએ પણ આત્મહત્યાનો પ્રયાસ કરવો પડ્યો હોય તો સરકારી તંત્ર કેટલું જડ હશે તેનો અંદાજ લગાવી શકાય.

પંચમહાલ જિલ્લાના શહેર તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા જે.બી. સોલંકીએ અનેક રજૂઆતો બાદ પણ તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં ન આવતા કલેક્ટર કચેરીમાં જ શરીર પર પેટ્રોલ છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. તેમના આત્મવિલોપનના આ પ્રયાસને પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો. આ અંગેનો સમગ્ર ઘટનાક્રમ એવો છે કે શહેરા તાલુકાના વલ્લવપુર ગામના સરકારી તળાવને પૂરવાનો ગ્રામપંચાયત દ્વારા ઠરાવ કરવામાં આવ્યો હતો. આ અંગે અનેક પ્રકારની રજૂઆતો થઈ હતી.

સરકારી તળાવ પૂરી દેવાના ગ્રામ પંચાયતના ઠરાવને રદ કરવા માટે અનેક રજૂઆતો બાદ કોઈ કાર્યવાહી જ ન થતાં જે.બી. સોલંકીએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. તેની સાથે જ આ ઘટનામાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે વિવિધ સરકારી કામમાં ગેરરીતિ થયાની રજૂઆત કલેક્ટરે સાંભળી નથી. વિરોધ પક્ષના નેતા દ્વારા આત્મવિલોપનના પ્રયાસના પગલે મોટી સંખ્યામાં પોલીસ કાફલો જિલ્લા કલેક્ટર કચેરીએ દોડી આવ્યો હતો. જે.બી. સોલંકીએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે જિલ્લા કલેક્ટર સહિતના સરકારી વિભાગે તેમની રજૂઆત ન સાંભળતા તેમણે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે.

હવે જો રાજકારણીએ આત્મવિલોપનનો પ્રયાસ કરે તેટલું સરકારી તંત્ર જડ અને નીંભર હોય તો પછી બીજા સામાન્ય લોકોની તો શું પરિસ્થિતિ થાય. વિપક્ષના નેતાનો
અવાજ સુદ્ધા તંત્રના કાને પડતો નથી, તેના સવાલોનો કોઈ જવાબ આપવામાં આવતો નથી તેને લઈને તંત્ર કેટલું નીંભર છે તેનો પુરાવો તેના પરથી મળી આવે છે. આજે તંત્રની નીંભરતાના લીધે પ્રજાનો અવાજ રજૂ કરનારા નેતાએ લોકોના કામ થાય તે માટે આત્મવિલોપન સુધીનો પ્રયાસ કરવો પડ્યો.

 

આ પણ વાંચોઃ Nitin Gadkari Threat/ નીતિન ગડકરીને ફરી મળી ધમકી, જાણો કોણે આપી ફોન કરી ધમકી

આ પણ વાંચોઃ Video/ સુરતમાં વિસ્ફોટથી ઉડાવવામાં આવ્યો 85 મીટર ઉંચો કુલિંગ ટાવર, જુઓ કેવો આંખના પલકારે થયો ધરાશાયી

આ પણ વાંચોઃ BJP-Rahul/ ભાજપના વળતા પ્રહારોઃ રાહુલ ગાંધી આજના મીરજાફર