RMC/ રિંગરોડ–૨ના રેડિયલ રસ્તા શોધવાની કામગીરી શરૂ કરવા કમિશનર અરોરાનો આદેશ

આ કામગીરી મહાપાલિકા અને રૂડાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચની ટીમના સંયુકત ઉપક્રમે હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત રિંગરોડ–૧ અને રિંગરોડ–૨ને જોડતા તમામ એપ્રોચ રોડ ખુલ્લા મુકાઈ ગયા છે કે કેમ તેની પણ સમીક્ષા કરવામાં આવશે.

Gujarat Rajkot
amit arora રિંગરોડ–૨ના રેડિયલ રસ્તા શોધવાની કામગીરી શરૂ કરવા કમિશનર અરોરાનો આદેશ

રાજકોટ મહાનગરપાલિકા અને રૂડા વિસ્તારમાંથી પસાર થતા રિંગરોડ–૨ના ફેઝ–૨નું રવિવારે મુખ્યમંત્રીના હસ્તે લોકર્પણ કરવામાં આવ્યા બાદ આજે ખુલતી કચેરીએ મ્યુનિસિપલ કમિશનર કમ રૂડા ચેરમેન અમિત અરોરાએ મહાપાલિકા અને રૂડાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચને રિંગરોડ–૨ના રેડિયલ રસ્તા શોધવાની કામગીરી શરૂ કરવા આદેશ કર્યેા છે.રિંગરોડ–૨ને લાગુ રેડિયલ રસ્તાઓ આઈડેન્ટિફાઈ થાય કે તુરતં જ તે રસ્તાઓ પણ ખુલ્લા મુકવાનું ભાવિ આયોજન છે. આ કામગીરી મહાપાલિકા અને રૂડાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચની ટીમના સંયુકત ઉપક્રમે હાથ ધરવામાં આવશે.આ ઉપરાંત રિંગરોડ–૧ અને રિંગરોડ–૨ને જોડતા તમામ એપ્રોચ રોડ ખુલ્લા મુકાઈ ગયા છે કે કેમ તેની પણ સમીક્ષા કરવામાં આવશે.

વિશેષમાં આ અંગે મ્યુ.કમિશનર કમ રૂડા ચેરમેન અમિત અરોરાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રિંગરોડ–૨ બનાવવાથી આપોઆપ ટ્રાફિક સમસ્યા હલ થઈ જવાની નથી, પરંતુ મહત્તમ ટ્રાફિક રિંગરોડ–૨ તરફ ડાઈવર્ટ થાય તે માટે રેડિયલ રસ્તાઓ આઈડેન્ટિફાઈ કરીને ખુલ્લા મુકવાના રહે છે. રિંગરોડ–૨ ઉપર જવા માટે વિવિધ રસ્તાઓ ઉપલબ્ધ થશે તો જ શહેરની ટ્રાફિક સમસ્યા હલ થશે.

તેમણે ઉમેયુ હતું કે, જામનગર રોડથી કાલાવડ રોડ સુધીનો રિંગરોડ–૨નો વિસ્તાર મહાપાલિકાની હદમાં આવી ગયો છે જેથી રેડિયલ રસ્તા આઈડેન્ટિફાઈ કરવાનું સરળ બનશે. મહાપાલિકા ઉપરાંત રૂડાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચને પણ આ કામગીરી ઝડપથી શરૂ કરવા સૂચના અપાઈ છે. આ માટે ચીફ એકિઝકયુટિવ ઓથોરિટી સાથે પણ ચર્ચા–વિચારણા કરાઈ છે. એકંદરે શહેરમાં એન્ટ્રી અને એકિઝટ સરળ બને તે માટે તત્રં પ્રયત્નશીલ છે.વિશેષમાં કહ્યું હતું કે, આગામી દિવસોમાં ટૂંક સમયમાં રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની બેઠક મળનાર છે જેમાં પણ ઉપરોકત મુદે ચર્ચા–વિચારણા કરવામાં આવશે.રિંગરોડ–૨ના ફેઝ–૩ કે ગોંડલ રોડથી ભાવનગર રોડને જોડતો હિસ્સો છે તેની કામગીરી પણ ઝડપથી આગળ વધે તે દિશામાં કાર્યવાહી ગતિશીલ છે.

majboor str 4 રિંગરોડ–૨ના રેડિયલ રસ્તા શોધવાની કામગીરી શરૂ કરવા કમિશનર અરોરાનો આદેશ