સરકાર દોડતી થઈ ગઈ/ 15 ઓક્ટોબર સુધીમાં પ્રોજેકટના ઉદ્દઘાટનો, ખાતમુહૂર્ત પુરા કરો, પેન્ડિંગ ફાઈલોનો નિકાલ કરવા માટે મંત્રીઓ-અધિકારીને આદેશ

ગરીબ કલ્યાણ મેળા માં વધુમાં વધુ લાભાર્થીઓ ને સહાય મળે તે માટે આયોજન કરવા મુખ્યમંત્રી ની સૂચના

Top Stories Gujarat Others
junagadh 2 15 ઓક્ટોબર સુધીમાં પ્રોજેકટના ઉદ્દઘાટનો, ખાતમુહૂર્ત પુરા કરો, પેન્ડિંગ ફાઈલોનો નિકાલ કરવા માટે મંત્રીઓ-અધિકારીને આદેશ

દિવાળી પેહલાં એટલે કે 15 ઓક્ટોબર સુધીમાં સરકારી યોજનાઓ, પ્રોજેકટ સહિતના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પુરા કરી દેવા માટે મુખ્યમંત્રી એ તમામ મંત્રીઓને સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે, આ મામલે અધિકારીઓ ને પણ ઝડપથી કામકાજ પૂર્ણ કરવા મંત્રીઓ સાથે સતત સંકલન માં રેહવાની પણ સૂચના આપવામાં આવી છે.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. ત્યારે મુખ્યમંત્રીએ કેબિનેટની બેઠકમાં તમામ મંત્રીઓ અને અધિકારીઓને કામો પૂર્ણ કરવાની સાથે સાથે પેન્ડિગ ફાઈલોના પણ ઝડપી નિકાલ કરવા કહ્યું હતું. સરકારના આયોજન વિભાગને તમામ પેન્ડિંગ અપ્રુવલ પર સત્વરે કામગીરી હાથ ધરી તેને મંજૂરી આપવા કહી દેવાયું છે. જેથી આ પ્રોજેક્ટ્સને સંલગ્ન કામગીરી ઝડપથી શરૂ થઈ શકે.

આ ઉપરાંત ચૂંટણી પહેલાના 11 ઓક્ટોબરથી યોજાનારા ગરીબ કલ્યાણ મેળામાં પણ તમામ લાભાર્થીઓને ઉપસ્થિત રાખવાની સાથે વધુમાં વધુ લોકો સુધી સહાય પહોંચી શકે તે માટે તાકિદ કરી હતી. ગરીબ કલ્યાણ મેળા સાથે સંકળાયેલા જે-તે વિભાગના અધિકારીઓને ગ્રાઉન્ડ લેવલના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ કરીને અલગ-અલગ જિલ્લામાં થનારા કાર્યક્રમમાં તમામ લાભાર્થી ઉપસ્થિત રહે તે સુનિશ્ચિત કરવા જણાવાયું છે. આગામી 10 દિવસમાં તમામ જિલ્લામાં પૂર્ણાહુતિના આરે રહેલા પ્રોજેક્ટ્સની કામગીરી ઝડપથી પૂરી કરી તેના લોકાર્પણના કાર્યક્રમો સરકાર દ્વારા હાથ ધરવામાં આવી શકે છે.