CGST-Cycle-Rally/ સેન્ટ્રલ સીજીએસટી દ્વારા અમદાવાદમાં સાઇકલ રેલીનું આયોજન

આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે સેન્ટ્રલ જીએસટી અમદાવાદ ઝોન દ્વારા ઇન્ડિા ફર્સ્ટ ઓર્ગેનાઇઝ્ડ સ્ટ્રગલ ફોર ઇન્ડિપેન્ડન્સ 1857ની થીમ હેઠળ જન ભાગીદારી સાથેની સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

Gujarat
Ah d CGST Cycle rally સેન્ટ્રલ સીજીએસટી દ્વારા અમદાવાદમાં સાઇકલ રેલીનું આયોજન

આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે સેન્ટ્રલ જીએસટી અમદાવાદ ઝોન CGST Cycle rally દ્વારા ઇન્ડિા ફર્સ્ટ ઓર્ગેનાઇઝ્ડ સ્ટ્રગલ ફોર ઇન્ડિપેન્ડન્સ 1857ની થીમ હેઠળ જન ભાગીદારી સાથેની સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સેન્ટ્રલ જીએસટીના 500થી વધારે કર્મચારીઓ આ સાઇકલ રેલીમાં જોડાયા હતા. સુપરિટેન્ડેન્ટ અમર શાહના જણાવ્યા મુજબ અમદાવાદના કસ્્ટમ હાુસ ખાતેથી સવારે સાડા છ વાગે સાઇકલ રેલીનો પ્રારંભ થયો હતો અને તે સાબરમતી ગાંધી આશ્રમ સુધી યોજાઈ હતી.

બીજા શબ્દોમાં કહીએ તો સાઇકલ રેલી 1857થી 1947ના સમયગાળાને CGST Cycle rally આવરી લેતા યોજાઈ હતી. સેન્ટ્રલ ટેક્સ, ઓડિટ, અમદાવાદ સીજીએસટીના એડિશનલ કમિશ્નર પી.બી. મીનાએ આ રેલીને ફલેગ ઓફ કરી હતી. તેમા લોકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કર્મચારીઓ ઉપરાંત તેમના કુટુંબીજનો તથા પડોશીઓએ પણ તેમા ભાગ લીધો હતો. આ સિવાય લોકોએ પણ તેમા ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અમર શાહનું કહેવું છે કે આઝાદી કા અમૃતસવ નિમિત્તે આ વર્ષમાં આગળ જતાં પણ જુદા-જુદા જનભાગીદારીના કેમ્પોનું આયોજન થઈ શકે છે.

 

આ પણ વાંચોઃ અમદાવાદ/ બાપુનગરમાં ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ, ફાયરબ્રિગેડની 15 થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે

આ પણ વાંચોઃ અંગદાન/ ગુજરાતમાં વેગ પકડતું અંગદાનઃ સિવિલ હોસ્પિટલ 200 અંગદાનના આંકડાને સ્પર્શવાની નજીક

આ પણ વાંચોઃ RBI-Locker/ બેન્કના લોકરમાં હવે રોકડ નહી રાખી શકો, રિઝર્વ બેન્કે લોકરના નિયમોમાં કર્યો ફેરફાર