Technology/ 1 સપ્ટેમ્બરથી OTT પ્લેટફોર્મના સબ્સ્ક્રિપ્શન ચાર્જમાં થઇ રહ્યો છે વધારો, જાણો શું છે નવો પ્લાન ?

ડિઝની પ્લસ હોટસ્ટારનો ત્રીજો પ્લાન 1,499 રૂપિયા છે. આ યોજના માં  વપરાશકર્તાઓ આ એપને 4 સ્ક્રીન પર ચલાવી શકે છે અને આ પ્લાનમાં 4K નીસુવિધા આપવામાં આવી છે.

Tech & Auto
Untitled 237 1 સપ્ટેમ્બરથી OTT પ્લેટફોર્મના સબ્સ્ક્રિપ્શન ચાર્જમાં થઇ રહ્યો છે વધારો, જાણો શું છે નવો પ્લાન ?

કોરોના સંક્ર્મણના  લીધે  આ વખતે  અનેકથિયેટરોમાં ફિલ્મ રિલીઝ થવાનું ઓછું થઈ ગયું છે.  જેમના લીધે OTT પ્લેટફોર્મનો વ્યાપ  વધતો  જોવા  મળી  રહ્યો છે  છે. OTT પ્લેટફોર્મ પર ફિલ્મો અને વેબ સિરીઝનો ખજાનો જોવા મળે છે. પરંતુ હવે સપ્ટેમ્બર મહિનાથી OTT પ્લેટફોર્મના સબ્સ્ક્રિપ્શન ચાર્જમાં વધારો થવા જઇ રહ્યો છે. ડિઝની પ્લસ હોટસ્ટાર 1 સપ્ટેમ્બરથી તેના સબ્સ્ક્રિપ્શન ચાર્જમાં વધારો કરી રહી છે. કંપનીએ વીઆઇપીનો 399 રૂપિયાનો પ્લાન બંધ કરી દીધો છે. ડિઝની પ્લસ હોટસ્ટાર હવે ગ્રાહકોને ત્રણ નવા પ્લાનમાંથી એક પ્લાન પસંદ કરવાનો વિકલ્પ આપશે .

નવા સબ્સ્ક્રિપ્શન પ્લાન માં ….

આ ત્રણ પ્લાન્સ આ મુજબ જોવા મળશે. 499 રૂપિયા, 899 રૂપિયા અને 1,499 રૂપિયા. ડિઝની પ્લસ હોટસ્ટારનો મોબાઇલ પ્લાન તમને એક જ ડીવાઇસ પર વાપરી શકશો. ડિઝની પ્લસ હોટસ્ટારના મોબાઇલ સબ્સ્ક્રિપ્શનને રિચાર્જ કરવા માટે, તમારે 499 રૂપિયા ચૂકવવા પડશે. પહેલા  વીઆઈપી સબ્સ્ક્રિપ્શનની કિંમત 399 રૂપિયા હતી. પરંતુ હાલ તે બંધ કરી નવી સબ્સ્ક્રિપ્શનની બેઝલાઈન કિંમત બહાર પાડી છે.

સુપર પ્લાન 

બીજી પ્લાનનું નામ ‘સુપર’ રાખવામાં આવ્યું છે. આ પ્લાન કર્યા પછી, તમે બે ફોનમાં ડિઝની પ્લસ હોટસ્ટાર એપ ચલાવી શકશો. સબ્સ્ક્રાઇબર્સ માટે ઉપલબ્ધ ગુણવત્તા HD હશે તેમાં 4K આઉટપુટ જોવા મળશે નહિ. આ સબ્સ્ક્રિપ્શન પ્લાનની કિંમત વાર્ષિક 899 રૂપિયા રાખવામાં આવી છે.

ડિઝની પ્લસ હોટસ્ટારનો ત્રીજો પ્લાન 1,499 રૂપિયા છે. આ યોજના માં  વપરાશકર્તાઓ આ એપને 4 સ્ક્રીન પર ચલાવી શકે છે અને આ પ્લાનમાં 4K ની સુવિધા આપવામાં આવી છે. પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શનની કિંમત દર વર્ષે 1,499 રૂપિયા છે.