Not Set/ ભૂટાનના પાડોશી બનવાનું અમારું સૌભાગ્ય, બંને દેશો સાથે મળીને આગળ વધે છે : PM

ભૂટાનના વડા પ્રધાન શેરિંગ અને PM મોદીએ સંયુક્ત નિવેદન આપ્યું હતું . PM મોદીએ કહ્યું કે બીજા કાર્યકાળની શરૂઆતમાં મારા માટે ભૂટાન આવવું મારા માટે લહાવો છે. PM મોદીએ કહ્યું કે ભૂટાન અમારો પાડોશી છે, તે અમારું સૌભાગ્ય છે. બંને દેશો સાથે મળીને આગળ વધી રહ્યા છે. ભૂટાનના વડા પ્રધાન સાથેના સંયુક્ત નિવેદનમાં PM મોદીએ […]

World
pm1 2 ભૂટાનના પાડોશી બનવાનું અમારું સૌભાગ્ય, બંને દેશો સાથે મળીને આગળ વધે છે : PM

ભૂટાનના વડા પ્રધાન શેરિંગ અને PM મોદીએ સંયુક્ત નિવેદન આપ્યું હતું . PM મોદીએ કહ્યું કે બીજા કાર્યકાળની શરૂઆતમાં મારા માટે ભૂટાન આવવું મારા માટે લહાવો છે. PM મોદીએ કહ્યું કે ભૂટાન અમારો પાડોશી છે, તે અમારું સૌભાગ્ય છે. બંને દેશો સાથે મળીને આગળ વધી રહ્યા છે.

pm modi

ભૂટાનના વડા પ્રધાન સાથેના સંયુક્ત નિવેદનમાં PM મોદીએ કહ્યું કે ભૂટાનનું, 130 કરોડ ભારતીયોના હૃદયમાં વિશેષ સ્થાન છે. હું ખૂબ જ ખુશ છું કે હું મારા બીજા કાર્યકાળની શરૂઆત પછી તરત જ ભૂટાન આવ્યો હતો.

pm 3 ભૂટાનના પાડોશી બનવાનું અમારું સૌભાગ્ય, બંને દેશો સાથે મળીને આગળ વધે છે : PM

PM મોદીએ કહ્યું, અમને આનંદ છે કે આપણે આજે ભૂટાનમાં રૂપે કાર્ડ શરૂ કર્યું છે. આનાથી વ્યવસાયમાં મદદ મળશે અને આપણો વહેંચાયેલ વારસો પણ મજબૂત બનશે. ભૂટાનમાં PM મોદી અને વડા પ્રધાન શેરીંગે હાઈડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.

આપને જણાવી દઇએ કે, PM મોદી આજથી ભૂટાનની બે દિવસીય સત્તાવાર મુલાકાતે છે. અને ભૂટાનના વડા પ્રધાન શેરિંગે,  PM મોદીનું પારો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કર્યું હતું. આ મુલાકાત દરમિયાન PM મોદી બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે ભૂટાનના નેતાઓ સાથે ચર્ચા કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમનેફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામઅનેયુ ટ્યુબપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝની નવી મોબાઇલ એપ્લિકેશન.