Not Set/ મહામારી વચ્ચે રોગચાળો વધ્યો, ઝાડા- ઉલટી, કમળાના કેસમાં વધારો

ચોમાસાની શરુઆત થતાની સાથે જ અમદાવાદમાં ઝાડા, ઉલ્ટી, કમળો, ટાઇફોઇડ સહિત મચ્છરજન્ય રોગોમાં વધારો નોંધાયો છે. અમદાવાદમાં મેલેરિયાના 40, ઝેરી મેલેરિયાના 3, ડેન્ગ્યુના 24 અને ચિકનગુનિયાના 7 કેસ નોંધાયા છે.

Top Stories Gujarat Others
mosquito મહામારી વચ્ચે રોગચાળો વધ્યો, ઝાડા- ઉલટી, કમળાના કેસમાં વધારો

કોરોના મહામારી વચ્ચે અમદાવાદમાં ચોમાસાની શરુઆત થતા રોગોમાં પણ વધારો થયો છે. અમદાવાદમાં ઝાડા, ઉલ્ટી, કમળો, ટાઇફોઇડ સહિત મચ્છરજન્ય રોગોમાં વધારો નોંધાયો છે.

osquito 2 મહામારી વચ્ચે રોગચાળો વધ્યો, ઝાડા- ઉલટી, કમળાના કેસમાં વધારો

મચ્છરજન્ય રોગોમાં થયો વધારો

ચિકનગુનિયાના કેસ પણ આવ્યા સામે

ચોમાસાની શરુઆત થતાની સાથે જ અમદાવાદમાં ઝાડા, ઉલ્ટી, કમળો, ટાઇફોઇડ સહિત મચ્છરજન્ય રોગોમાં વધારો નોંધાયો છે. અમદાવાદમાં મેલેરિયાના 40, ઝેરી મેલેરિયાના 3, ડેન્ગ્યુના 24 અને ચિકનગુનિયાના 7 કેસ નોંધાયા છે. અમદાવાદમાં પાણીજન્ય રોગો એવા ઝાડા-ઉલ્ટી, કમળાના કેસ, ટાઇફોડના કેસો વધુ અમદાવાદ પૂર્વ વિસ્તારમાં સામે આવ્યા છે.

mosquito 4 મહામારી વચ્ચે રોગચાળો વધ્યો, ઝાડા- ઉલટી, કમળાના કેસમાં વધારો

જેમાં દરિયાપુર, બહેરામપુરા, રખિયાલ અને ગોમતીપુરમાં કમળાના કેસો નોંધાયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મચ્છરજન્ય રોગો અને તેમના બ્રિડિંગ શોધવા માટે કવાયત હાથ ધરાઇ હતી. જેમાં સૌથી વધુ કોમર્શિયલ એકમો, બંધ પડેલા એકમો અને ઇન્સ્ટિટ્યૂટ જે અત્યારે બંધ છે તેમાં મચ્છર વધારે બ્રિડિંગ કરે છે.

mosquito 1 મહામારી વચ્ચે રોગચાળો વધ્યો, ઝાડા- ઉલટી, કમળાના કેસમાં વધારો

અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશન દ્વારા સર્વે કરાયા હતા. જેમાં જે પણ જગ્યાઓ પર મચ્છરના બ્રિડિંગ જોવા મળ્યા હતા. તેવા અનેક એકમોને નોટિસ આપવામાં આવી છે. અને તેમણે દંડ પણ કરવામાં આવ્યો છે. હાલમાં પરિસ્થિતિ બગડે નહીં અને કોર્પોરેશન સમય રહેતા પગલાં લઈ રહી છે. સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા પણ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. જેથી ગંદકીના કારણે કોઈ પણ રોગો ફેલાય નહીં.

રસીકરણનું આરપાર / 31 જૂલાઇ સુધી લઈ લેવી પડશે રસી, અન્યથા નહી ખુલે દુકાનના શટર

Antibodies / અમદાવાદના કેટલા નાગરિકોમાં કોરોના વાયરસ સામે લડવાની એન્ટિબોડી વિકસી છે ?