Not Set/ રાજકોટમાં કોરોનાનું રૌદ્ર સ્વરૂપ : 24 કલાકમાં 59 દર્દીઓના મોત,લેબોરેટરીના ડોક્ટર સહિત 12 કર્મચારીઓ તેમજ 27 તલાટીઓ સંક્રમિત

રાજકોટમાં કોરોનાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. રોજ નોંધવામાં આવતા કોરોના નવા કેસોની સંખ્યામાં માત્ર એક અઠવાડિયામાં બમણો વધારો જોવા મળી રહ્યો છે.શહેરમાં દર એક કલાકે 2થી વધુ દર્દીના મોત નીપજી રહ્યાં છે. 24 કલાકમાં રાજકોટમાં

Top Stories Gujarat
hotspot 4 રાજકોટમાં કોરોનાનું રૌદ્ર સ્વરૂપ : 24 કલાકમાં 59 દર્દીઓના મોત,લેબોરેટરીના ડોક્ટર સહિત 12 કર્મચારીઓ તેમજ 27 તલાટીઓ સંક્રમિત

રાજકોટમાં કોરોનાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. રોજ નોંધવામાં આવતા કોરોના નવા કેસોની સંખ્યામાં માત્ર એક અઠવાડિયામાં બમણો વધારો જોવા મળી રહ્યો છે.શહેરમાં દર એક કલાકે 2થી વધુ દર્દીના મોત નીપજી રહ્યાં છે. 24 કલાકમાં રાજકોટમાં રેકોર્ડબ્રેક 59 દર્દીના મોતથી આરોગ્ય વિભાગ પણ ચિંતામાં મૂકાઇ ગયું છે. શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં 146 દર્દીઓના મોત નીપજ્યા છે. જોકે આ અંગેનો આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે.સામાન્યથી લઈને અધિકારી સુધી ચારે તરફ સૌ કોઈ કોરોનાની ઝપેટમાં ચડી રહ્યા છે.ગઈકાલે રાજકોટના DCP મનોહરસિંહજી જાડેજા સહિતના પોલીસ કર્મચારીઓ કોરોના સંક્રમિત જોવા મળ્યા હતા, જ્યારે રાજકોટ જિલ્લાના 9 તાલુકાઓમાં ફરજ બજાવતા 27 તલાટી કોરોના છેલ્લા 10 દિવસમાં સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે.જ્યારે એક લેબોરેટરીના તબિયત સહિત 12 કર્મચારીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

mmata 58 રાજકોટમાં કોરોનાનું રૌદ્ર સ્વરૂપ : 24 કલાકમાં 59 દર્દીઓના મોત,લેબોરેટરીના ડોક્ટર સહિત 12 કર્મચારીઓ તેમજ 27 તલાટીઓ સંક્રમિત

કોરોના એલાર્મ / હવેે કોરોના થશે તે પહેલા ખબર પડી જશે, અમેરિકાનાં વૈજ્ઞાનિકોએ તૈયાર કરી વિશિષ્ટ ચીપ

નવા કેસો 500 ને પાર

રાજકોટમાં કોરોનાથી મૃત્યુઆંક સતત વધતો જાય છે. આથી આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે.ગઈકાલે બપોરે 12.00થી આજે સવારે આઠ 8.00 સુધીમાં 59 દર્દીઓના અવસાન થયા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગઇકાલે જાહેર કરવામાં આવેલા 42માંથી 11 દર્દીઓના કોવિડ ડેથ હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.ગઇકાલે રાજકોટમાં 42 દર્દીઓના મોત નીપજ્યા હતા. મોતના આંકડામાં સતત વધારો થઇ રહ્યો છે. વધતા મોતથી તંત્રની ચિંતામાં વધારો થયો છે. કોરોનાના મૃત્યુઆંક ઘટાડવા નક્કર આયોજન કરવાની જરૂર છે તેવી લોકોમાં ચર્ચા થઇ રહી છે. ગઇકાલે રાજકોટમાં  તેમ 503 કેસ નોંધાયા હતા.

mmata 54 રાજકોટમાં કોરોનાનું રૌદ્ર સ્વરૂપ : 24 કલાકમાં 59 દર્દીઓના મોત,લેબોરેટરીના ડોક્ટર સહિત 12 કર્મચારીઓ તેમજ 27 તલાટીઓ સંક્રમિત

કોરોના જ કસોટી / કેજરીવાલે CBSEની પરીક્ષાઓ રદ કરવા કરી અપીલ, કહ્યું – હોટસ્પોટ બની શકે છે પરીક્ષા હોલ

છેલ્લા 10 દિવસમાં 27 તલાટી કોરોના સંક્રમિત, યુનીપેથ લેબોરેટરીના ડોક્ટર સહિત 12 કર્મચારીઓ પોઝિટિવ

રાજકોટ જિલ્લાના 9 તાલુકામાં ફરજ બજાવતા કુલ 27 તલાટીઓ કોરોના સંક્રમિત થયા છે. છેલ્લા 10 દિવસમાં 27 તલાટી કોરોના સંક્રમિત થયા છે. ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમણ વધતા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત થઇ રહ્યાં છે. રાજકોટ ગ્રામ્યમાં કોરોના પોઝિટિવ આંક 8329 પર પહોંચ્યો છે. જેમાં હાલ 400થી વધુ દર્દી સારવાર હેઠળ છેકોટેચા ચોકમાં આવેલી ન્યુઝન યુનીપેથ લેબોરેટરી બંધ કરવાનો નિર્ણય કરાયો છે. આ અંગે લેબના તબીબ મિલન ઘરસંડીયાએ જણાવ્યું હતું કે લેબોરેટરીમાં રોજના 350 થી 400 RT-PCR ટેસ્ટ થતાં હતા. આ માટે 12 કર્મચારી સેમ્પલ લેવાનું અને ટેસ્ટિંગ કરવાનું કામ કરતા હતા. પરંતુ કર્મચારી અને પોતે કોરોના પોઝિટિવ આવતા સોમવાર રાતથી લેબોરેટરી બંધ કરવાનો નિર્ણય કરાયો છે. આમ રાજકોટમાં ટેસ્ટિંગ માટે વેઇટીંગ છે ત્યારે દર્દીની મુસીબતમાં વધારો થશે.

vaccin true 1 રાજકોટમાં કોરોનાનું રૌદ્ર સ્વરૂપ : 24 કલાકમાં 59 દર્દીઓના મોત,લેબોરેટરીના ડોક્ટર સહિત 12 કર્મચારીઓ તેમજ 27 તલાટીઓ સંક્રમિત

મોટા સમાચાર / ભોપાલમાં 6 દિવસનું મીની લોકડાઉન જાહેર

ઘરે-ઘરે ખાટલા, ઓક્સિજનનો વપરાશ 65 ટન

એક તરફ બેડની પણ અછત જોવા મળી રહી છે, તો બીજી તરફ ઓક્સિજનની પણ શોર્ટેજ ઊભી થઇ રહી છે. અત્યારે રાજકોટમાં ઓક્સિજનનો વપરાશ 65 ટન સુધી પહોંચી ગયો છે. જે ખૂબ જ ચિંતાજનક મુદ્દો બન્યો છે અને દિન પ્રતિદિન માંગ પણ વધી રહી છે.મનપાની 455 સર્વેલન્સ ટીમે 23885 લોકોનો સરવે કર્યો હતો. જેમાં 408 વ્યક્તિમાં શરદી, ઉધરસ અને તાવના લક્ષણો જોવા મળતા તેમની સારવાર કરવામાં આવી હતી. 48 ધન્વંતરિ રથે 12767 લોકોની સારવાર કરી હતી. 104 હેલ્પલાઇન પર 1134 લોકોએ ફોન કરી કોરોના ટેસ્ટ કરવા સંપર્ક કર્યો હતો. જિલ્લા આરોગ્ય વિભાગના આંકડા મુજબ 542 સર્વેલન્સની ટીમે 24879 વ્યક્તિનો સરવે કર્યો હતો. જેમાં 158 વ્યક્તિમાં શરદી, ઉધરસ અને તાવના લક્ષણો જોવા મળ્યા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…