ગુજરાત/ રાજકોટમાં ડેન્ગ્યુંનો ભરડો, માત્ર અઠવાડિયામાં 49 કેસ નોંધાયા

બાંધકામ સાઈટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટલ, ઈન્ડ., હોસ્ટેલ, કોમ્પલેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, પાર્ટી પ્લોટ, પેટ્રોલપંપ, સરકારી કચેરી અને ધાર્મિક સ્થલ સહિત કુલ 615 સ્થળે મચ્છરોની ઉત્પતિ અંગે ચેકિંગ કરવામાં આવ્યું હતું

Rajkot Gujarat
Untitled 6 રાજકોટમાં ડેન્ગ્યુંનો ભરડો, માત્ર અઠવાડિયામાં 49 કેસ નોંધાયા

મચ્છર પ્રમાણમાં હૂંફાળા અને ભેજ વાળા વાતાવરણમાં ઝડપથી ફેલાવો કરે છે. ચોમાસા ઋતુ દરમ્યાન તથા ચોમાસા ઋતુ બાદ આવું વાતાવરણ લાંબા સમય સુધી રહેતું હોવાથી સિઝનમાં ડેન્ગ્યુ, મેલેરિયા કેસો જોવા મળે છે.મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્‍વાસ્‍થય પ્રત્‍યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્‍ખા પાણીના પાત્રોને કારણે મચ્‍છરની ઉત્‍૫તિ ઘણી વધી જાય છે.

રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે.રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે.

આ પણ વાંચો :cop26 / COP26 આગળ ધ્યાન કેન્દ્રિત કરવા માટે ક્લાયમેટ ફાઇનાન્સ

આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. શહેરમાં ડેન્ગ્યુના 49 કેસો નોંધાયા છે. એક સપ્તાહમાં વધુ 49 કેસ સાથે ચાલુ સાલ કુલ કેસની સંખ્યા 273એ પહોંચી જવા પામી છે. આ ઉપરાંત મેલેરીયાનો 1 કેસ નોંધાયો છે. મેલેરીયાના કુલ કેસની સંખ્યા 45 થવા પામી છે. છેલ્લા બે સપ્તાહથી ચિકનગુનિયાનો કહેર ઘટ્યો હતો. પરંતુ ગત સપ્તાહે ચિકનગુનિયાના 2 કેસ નોંધાતા કુલ કેસનો આંક 21એ પહોંચી જવા પામ્યો છે. 25 થી 31 ઓકટોબર દરમિયાન શહેરમાં 74186 ઘરોમાં પોરાભક્ષક કામગીરી હાથ ધરવામાં આવી હતી. 6142 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું હતું.

બાંધકામ સાઈટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટલ, ઈન્ડ., હોસ્ટેલ, કોમ્પલેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, પાર્ટી પ્લોટ, પેટ્રોલપંપ, સરકારી કચેરી અને ધાર્મિક સ્થલ સહિત કુલ 615 સ્થળે મચ્છરોની ઉત્પતિ અંગે ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન 121 બાંધકામ સાઈટ પૈકી 79 બાંધકામ સાઈટ અને 128 ઈન્ડસ્ટ્રીઝ પૈકી 76 ઈન્ડસ્ટ્રીઝને નોટિસ ફટકારવામાં આવી હતી.

રહેણાંક વિસ્તારોમાં મચ્છરોની ઉત્પતિ અંગે 1141 આસામીને નોટિસ ફટકારી રૂા.40,200નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે. ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરીયા અટકાવવા માટે કોર્પોરેશન દ્વારા છેલ્લા 2 માસથી કરવામાં આવી રહેલી કામગીરીને જાણે મચ્છરો ગણકારતા ન હોય તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો ;Scam / SBIના પૂર્વ ચેરમેન પ્રતીપ ચૈાધરીની કરવામાં આવી ધરપકડ,લોન કૈાભાંડનો મામલો