Not Set/ ખેડા જીલ્લાની 5 ન.પા. નાં પ્રમુખ-ઉ.પ્ર.ની ચૂંટણીમાં 3 પાલીકા ભાજપે ગુમાવી, આંતરિક જૂથવાદે નડ્યો ?

ખેડા જિલ્લાની 5 નગરપાલિકાના પ્રમુખ – ઉપપ્રમુખની આજરોજ ચૂંટણી યોજાઈ હતી.ભાજપ શાસિત આ પાંચ પાલિકાઓમાંથી ત્રણ પાલિકાઓ કોંગ્રેસ તેમજ અપક્ષ દ્વારા કબજે કરવામાં આવી છે. છેલ્લા વીસ વર્ષથી ભાજપ પાસે રહેલી મહુધા નગરપાલિકા આંચકી લેવામાં કોંગ્રેસ સફળ રહેવા પામી છે. ખેડા જીલ્લાની મહુધા, મહેમદાવાદ, ખેડા, ડાકોર અને ચકલાસીમાં અઢી વર્ષની ટર્મ પૂરી થતા, આજરોજ પ્રમુખ […]

Gujarat Others
7317f653edcb5b38d7fa2747de9db9fe ખેડા જીલ્લાની 5 ન.પા. નાં પ્રમુખ-ઉ.પ્ર.ની ચૂંટણીમાં 3 પાલીકા ભાજપે ગુમાવી, આંતરિક જૂથવાદે નડ્યો ?

ખેડા જિલ્લાની 5 નગરપાલિકાના પ્રમુખ – ઉપપ્રમુખની આજરોજ ચૂંટણી યોજાઈ હતી.ભાજપ શાસિત આ પાંચ પાલિકાઓમાંથી ત્રણ પાલિકાઓ કોંગ્રેસ તેમજ અપક્ષ દ્વારા કબજે કરવામાં આવી છે. છેલ્લા વીસ વર્ષથી ભાજપ પાસે રહેલી મહુધા નગરપાલિકા આંચકી લેવામાં કોંગ્રેસ સફળ રહેવા પામી છે.

ખેડા જીલ્લાની મહુધા, મહેમદાવાદ, ખેડા, ડાકોર અને ચકલાસીમાં અઢી વર્ષની ટર્મ પૂરી થતા, આજરોજ પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી યોજાઈ હતી. જેમાં ભાજપ શાસિત આ પાંચ પાલિકાઓમાંથી ત્રણ પાલિકા ભાજપ દ્વારા ગુમાવી દેવામાં આવી છે. જેમાં છેલ્લા વીસ વર્ષથી ભાજપ પાસે રહેલી મહુધા નગરપાલિકા આંચકી લેવામાં કોંગ્રેસ સફળ રહી છે. મહુધા નગરપાલિકામાં કોંગ્રેસના મિનાજબાનુ મલેકે ભાજપના વિધીબેન પટેલને હરાવી વિજય મેળવ્યો હતો. મિનાજબાનુને 13 મત મળ્યા હતા. જ્યારે વિધીબેનને 10 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના શાહીદખાન પઠાણ ઉપપ્રમુખ તરીકે ચુંટાયા હતા.

ડાકોર અને ખેડા નગરપાલિકા અપક્ષ દ્વારા કબજે કરવામાં આવી છે. જેમાં ડાકોર નગરપાલિકામાં ભાજપના આંતરિક જૂથવાદે પ્રમુખપદ ગુમાવ્યું હતું. ભાજપના 4 સભ્યોએ  ક્રોસ વોટિંગ કરતા અપક્ષની જીત થઈ હતી. પ્રમુખ તરીકે અપક્ષ સભ્ય મયુરીબેન પટેલ અને  ઉપપ્રમુખ તરીકે ભાજપના કલ્પેશભાઈ ભટ્ટ બિનહરીફ જાહેર થયા હતા. ખેડા નગરપાલિકામાં પ્રમુખ તરીકે અપક્ષ પ્રિયંકાબેન સોલંકી અને ઉપપ્રમુખ તરીકે ભાજપના ભાનુમતીબેન વાધેલા ચુંટાઈ આવ્યા છે.

જ્યારે મહેમદાવાદ અને ચકલાસી નગરપાલિકામાં ભાજપ દ્વારા સત્તા જાળવી રાખવામાં આવી છે.  મહેમદાવાદમાં પ્રમુખ તરીકે શીલાબેન વ્યાસ અને ઉપપ્રમુખ તરીકે સંગીતાબેન વાધેલા ચૂંટાયા છે. જ્યારે ચકલાસી નગરપાલિકામાં સંગીતાબેન આઈ.વાઘેલા અને ઉપપ્રમુખ તરીકે રાજેશભાઈ વાઘેલા ચૂંટાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews