Not Set/ વલસાડ/લૂંટ વિથ મર્ડરની ઘટનાનો ભેદ ગણતરીની કલાકોમાં જ ઉકેલાયો, જાણો કોણ છે ઘટના પાછળ

વલસાડ જિલ્લાના સેગવી ગામ માં  આજે ધોળા દિવસે બનેલી લૂંટ વિથ મર્ડરની ઘટનામાં સનસનીખેજ ખુલાસો થયો છે. શરૂઆતમાં આ લૂંટ વિથ મર્ડરની ઘટનામાં કોઈ રીઢા લૂંટારુઓ ની લૂંટારું ટોળકી એ  માતા પુત્રી પર જીવલેણ હુમલો કરી લૂંટ ચલાવી ફરાર થઇ ગઇ  હોવાની પડોશીઓએ આક્ષેપ કર્યા હતા. જોકે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતા કલાકોમાં જ આ […]

Gujarat Others
3e44c5d23ebc5dc2f72211e4e4fd62b5 1 વલસાડ/લૂંટ વિથ મર્ડરની ઘટનાનો ભેદ ગણતરીની કલાકોમાં જ ઉકેલાયો, જાણો કોણ છે ઘટના પાછળ

વલસાડ જિલ્લાના સેગવી ગામ માં  આજે ધોળા દિવસે બનેલી લૂંટ વિથ મર્ડરની ઘટનામાં સનસનીખેજ ખુલાસો થયો છે. શરૂઆતમાં આ લૂંટ વિથ મર્ડરની ઘટનામાં કોઈ રીઢા લૂંટારુઓ ની લૂંટારું ટોળકી એ  માતા પુત્રી પર જીવલેણ હુમલો કરી લૂંટ ચલાવી ફરાર થઇ ગઇ  હોવાની પડોશીઓએ આક્ષેપ કર્યા હતા. જોકે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતા કલાકોમાં જ આ લૂંટ વિથ મર્ડરની ઘટના નો રહસ્યનો પર્દાફાશ થયો છે. 

ઘટનામાં જીવલેણ હુમલો કરી  લૂંટ ચલાવી ફરાર થનાર કોઈ લૂંટારું ટોળકી નહીં. પરંતુ ભોગ બનનાર માતા અને પુત્રી પર જીવલેણ હુમલો કરી માતાની હત્યા કરી. ફરાર થનાર પડોશમાં જ રહેતો લાલુ મિસ્ત્રી નામનો પડોશી  હોવાનું બહાર આવતા  સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.

મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લાના સેગવી ગામ ના સુથાર ફળિયા માં રહેતા હસુબેન મિસ્ત્રી અને તેમની પુત્રી મીનાબેન મિસ્ત્રી એકલા રહે છે. જોકે, આજે   બપોરે ધોળા દિવસેઆ  માતા અને પુત્રી લોહીલુહાણ હાલતમાં આ ઘરમાંથી મળી આવ્યા હતા હતી. પડોશીઓને જાણ થતાં ગામના લોકો  પર એકઠા થઇ ગયા હતા. જોકે શરૂઆતમાં આ ઘટનામાં કોઇ અજાણ્યા શખ્શો ઘરમાં ઘૂસી માતા પુત્રી પર જીવલેણ હુમલો કરી  લૂંટ ચલાવી ફરાર થયા હોવાના પડોશીઓએ આક્ષેપ કર્યા હતા.

ઘટનાની જાણ ત્યારબાદ લોહીલુહાણ હાલતમાં માતા અને પુત્રી ને સારવાર માટે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં માતા હસૂબેન મિસ્ત્રી નું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો પહોંચ્યો સ્થળ પર પહોંચ્યો હતો. ખુદ વલસાડ જિલ્લા પોલીસ વડા પણ ઘટનાની ગંભીરતા જોઈ સ્થળ પર પહોંચ્યા હતા. અને ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.

આખરે બપોરે થયેલી આ સનસનીખેજ ઘટના નો ગણતરીના કલાકોમાં જ વલસાડ પોલીસે ભેદ ઉકેલ્યો છે. અને  આ ઘટનામાં માતાની હત્યા કરી અને પુત્રી  પર જીવલેણ હુમલો કરી ફરાર થનાર કોઈ  પ્રોફેશનલ લૂંટારુ ટોળકી નહીં પરંતુ પડોશમાં રહેતો લાલુ મિસ્ત્રી નામનો એક પડોશી હોવાનું બહાર આવ્યું હતું.  જોકે ઘટનાને અંજામ આપી લાલુ મિસ્ત્રી ઘટનાસ્થળેથી ફરાર છે. આથી પોલીસે હત્યારા પડોસી ને ઝડપવા  તમામ દિશામાં તપાસ તેજ કરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે બપોરે જ્યારે મકાનમાં રહેતા વૃદ્ધ માતા હસુબેન  એકલા હતા એ વખતે જ પડોશી લાલુ મિસ્ત્રી ઘરમાં પ્રવેશ્યો હતો. અને  હસુબેન પર જીવલેણ હુમલો કરી તેમના પહેરેલા દાગીના અને અન્ય દાગીનાની લૂંટ ચલાવી હતી. જોકે થોડા સમયમાં જ પુત્રી પણ બહાર થી ઘરે આવી જતા. આરોપી બાથરૂમ માં છુપાઈ ગયો હતો. જોકે મોકો જોઇ આરોપીએ પુત્રી પર જીવલેણ હુમલો કર્યો હતો. આથી બંને હુમલામાં લોહીલુહાણ હાલતમાં ઘાયલ થયા હતા. લૂંટ ચલાવી આરોપી લાલુ મિસ્ત્રી ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.

શરૂઆતમાં ઘટનામાં કોઈ લૂંટારુ ટોળકી લૂંટને અંજામ આપી હોવાનું પડોશીઓ જણાવી રહ્યા હતા.  જોકે, કલાકોમાં જ વલસાડ જિલ્લા પોલીસે આ ઘટનાનો ભેદ ઉકેલી કાઢયો છે.  કોઈ પ્રોફેશનલ લુંટારૂ ગેંગે નહીં પરંતું પડોશી જ હત્યારો અને લૂંટારો નીકળ્યો છે..જેની  જાણ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews