IND vs ENG/ હસીબ હમીદની આ હરકતથી ભડક્યા કેપ્ટન કોહલી, એમ્પાયરને કરી ફરિયાદ

ચોથી ટેસ્ટમાં ભારત 191 રનમાં ઓલઆઉટ થયા બાદ ઈંગ્લેન્ડ તરફથી રમવા ઉતરેલા હસીબ હમીદે કઇંક એવી હરકત કરી કે જેનાથી કેપ્ટન કોહલી ભડક્યા હતા.

Sports
1 60 હસીબ હમીદની આ હરકતથી ભડક્યા કેપ્ટન કોહલી, એમ્પાયરને કરી ફરિયાદ

ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ગુરુવારે શરૂ થયેલી ટીમ ઇન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચનાં પ્રથમ દિવસે એક વિચિત્ર વિવાદ થયો હતો. મેચમાં જ્યારે ટીમ ઈન્ડિયા 191 રનમાં સમેટાઇ ગઇ હતી, ત્યારે ઈંગ્લેન્ડનાં ઓપનર હસીબ હમીદ અને રોરી બર્ન્સ ઇંગ્લિશ ઇનિંગ્સની શરૂઆત માટે મેદાનમાં આવ્યા હતા. ત્યારબાદ ઇનિંગની મધ્યમાં કેમેરામાં કઇંક એવુ કેદ થયુ જેને જોઇને વિરાટ કોહલી પણ ભડકી ઉઠ્યો હતો. જણાવી દઇએ કે, ઈંગ્લેન્ડનો ઓપનર હસીબ હમીદ કંઈક એવુ કરી રહ્યો હતો જેનાથી વિરાટ કોહલી ગુસ્સે થયો અને તેણે એમ્પાયરને ફરિયાદ કરી.

1 61 હસીબ હમીદની આ હરકતથી ભડક્યા કેપ્ટન કોહલી, એમ્પાયરને કરી ફરિયાદ

આ પણ વાંચો – IND vs ENG / ચોથી ટેસ્ટમાં શાર્દુલ ઠાકુરનો ચમત્કાર, ટી-20 અંદાજમાં ફટકારી ફિફ્ટી

જ્યારે કોઈ પણ બેટ્સમેન ક્રિઝ પર બેટિંગ કરવા માટે આવે છે, ત્યારે તે સામાન્ય રીતે તે પોતાના ગાર્ડને લે છે. એટલે કે, તે જગ્યા જ્યાં તે ઉભા રહીને બોલનો સામનો કરવા માંગે છે. આ માટે, બેટ્સમેન તેના પગથી અથવા ક્યારેક બેટથી એવી જગ્યાએ નિશાન બનાવે છે. પરંતુ બેટ્સમેન આ તમામ જગ્યાએ કરી શકતો નથી. નિયમો અનુસાર કોઈ પણ બેટ્સમેન ક્રિઝથી 5 ફૂટ પછી નિશાન બનાવી શકતો નથી. આનું કારણ એ છે કે પીચ પર ક્રિઝ પછી, કેટલીક જગ્યા હોય છે જે ‘સેફ એરિયા’ તરીકે ગણવામાં આવે છે અને અહીં બેટ્સમેનને કોઈ પણ પ્રકારની છેડછાડ કરવાની મંજૂરી નથી અને આ જગ્યા પર કોઈ દોડી શકતુ પણ નથી.

પિચ પર આ પછીનો એરિયા હોય છે જ્યા સામાન્ય રીતે બોલર બાઉસિંગ બોલ ફેંકતા હોય છે. પરંતુ હસીબ હમીદ ત્યાં એક નિશાની બનાવવામાં વ્યસ્ત હતો, આ જગ્યાને તેના પગથી તે માર્ક બનાવી રહ્યો હતો, જે વિરાટ કોહલીને પસંદ ન આવ્યું. કેપ્ટન કોહલીએ તુરંત જ રોહિત શર્મા અને સાથી ખેલાડીઓ સાથે આ અંગે ચર્ચા કરી અને એમ્પાયરોને ફરિયાદ કરી. એવું લાગી રહ્યું હતું કે, વિરાટ કોહલી આનાથી બિલકુલ ખુશ નથી અને તે પિચ સાથે ચેડાં કરવાનો મામલો છે, જેના પર એમ્પાયરોએ જાતે કાર્યવાહી કરવી જોઈએ અથવા બેટ્સમેનને ચેતવણી આપવાની હતી.

1 62 હસીબ હમીદની આ હરકતથી ભડક્યા કેપ્ટન કોહલી, એમ્પાયરને કરી ફરિયાદ

આ પણ વાંચો – Cricket / આયર્લેન્ડનાં આ બેટ્સમેને ધમાકેદાર સદી ફટકારી, દિગ્ગજ બેટ્સમેનોને પાછળ છોડી દીધા

જણાવી દઇએ કે, હસીબ હમીદ તે પછી લાંબા સમય સુધી પિચ પર રહી શક્યો નહીં. તે 12 બોલ સુધી પિચ પર રહ્યો પરંતુ તેનું ખાતું પણ ખોલી શક્યો નહીં. જસપ્રિત બુમરાહે તેને વિકેટકીપર રિષભ પંતનાં હાથે શૂન્ય રને કેચ કરાવ્યો હતો. આ જ ઓવરનાં બીજા બોલ પર બુમરાહે ઓપનર રોરી બર્ન્સ (5) ને પણ બોલ્ડ કર્યો હતો, જેની મદદથી તેણે ઈંગ્લેન્ડને 6 રનમાં 2 ફટકો આપ્યો હતો. વળી,  52 રનનાં ટીમનાં સ્કોર પર, ઉમેશ યાદવે ઇંગ્લિશ કેપ્ટન જો રૂટ (21) ને બોલ્ડ કરીને ઈંગ્લેન્ડને વધુ એક મોટો આંચકો આપ્યો હતો અને દિવસની રમતનાં અંતે ઈંગ્લેન્ડે 3 વિકેટે 52 રન બનાવી લીધા હતા.