સર્વે/ આગામી ત્રણ મહિનામાં ચારે તરફ હશે નોકરી જ નોકરી : 63 ટકા કંપની કરશે નવી ભરતી

મેનપાવરગ્રુપ એમ્પ્લોયમેન્ટ આઉટલુક સર્વે મુજબ, સપ્ટેમ્બર 2022 ક્વાર્ટર રોજગાર આઉટલુક 51 ટકા રહેવાની સંભાવના છે. જે છેલ્લા આઠ વર્ષમાં સૌથી વધુ છે.

Top Stories Business
જોબ

નોકરી ની આજે દરેકને જરૂર છે. ખાસ કરીને કોરોનાકાળમાં પાટા પરથી ઉતરેલી ગાડીને પુરપાટ સ્પીડે દોડાવવા માટે હવે નવી નોકરી ઓ ઊભી થાય તે ખૂબ જરૂર છે. આગામી ક્વાર્ટર જુલાઈ-સપ્ટેમ્બર 2022નો સમયગાળો નોકરીઓ માટે છેલ્લા આઠ વર્ષમાં સૌથી વધુ સકારાત્મક વલણ ભર્યો જોવા મળીશે. કોરોના પછી માર્કેટની સ્થિતિને ઝડપી બનાવવા અને આર્થિક વૃદ્ધિને ટકાવી રાખવા માટે  લગભગ 63 ટકા કંપનીઓ આગામી ત્રણ મહિનામાં તેમના કર્મચારીઓની સંખ્યામાં વધારો કરી શકે છે.

મેનપાવરગ્રુપ એમ્પ્લોયમેન્ટ આઉટલુક સર્વે મુજબ, સપ્ટેમ્બર 2022 ક્વાર્ટર રોજગાર આઉટલુક 51 ટકા રહેવાની સંભાવના છે.  જે છેલ્લા આઠ વર્ષમાં સૌથી વધુ છે.  એપ્રિલ-જૂન 2022માં 13 પોઈન્ટ્સની સરખામણીએ ગયા વર્ષના સમાન ક્વાર્ટરની સરખામણીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં હાયરિંગ સેન્ટિમેન્ટમાં 46 પોઈન્ટ્સનો સુધારો થયો છે. આ સર્વેમાં ત્રણ હજારથી વધુ નોકરીદાતાઓએ ભાગ લીધો હતો.

એશિયા-પેસિફિક ક્ષેત્રમાં  ભારતમાં (51 ટકા) રોજગારનું શ્રેષ્ઠ વાતાવરણ છે. તે પછી સિંગાપુર (40 ટકા) અને ઓસ્ટ્રેલિયા (38 ટકા) આવે છે. જ્યારે સૌથી ખરાબ ભરતીની સ્થિતિ તાઈવાન (3 ટકા), જાપાન (4 ટકા) અને હોંગકોંગ (11 ટકા)માં હતો. સર્વે અનુસાર લગભગ 63 ટકા કંપનીઓ પોતાના કર્મચારીઓની સંખ્યા વધારી શકે છે. તે જ સમયે, 12 ટકા હાયરિંગ ઘટાડી શકાય છે, તો 24 ટકા કંપનીઓમાં કોઈ ફેરફારની કોઈ શક્યતા નથી. આનો અર્થ એ છે કે સિઝનલી એડજસ્ટેડ નેટ એમ્પ્લોયમેન્ટ રેશિયો 51 ટકા છે.

એક અંગ્રેજી મીડિયા હાઉસને આપેલા ઈન્ટર્વયુ અનુસાર  મેનપાવરગ્રુપ ઈન્ડિયાના એમડી સંદીપ ગુલાટીના જણાવ્યા અનુસાર, વૈશ્વિક સ્તરે વધતી જતી ફુગાવા અને વધતી જતી અસ્થિરતા છતાં દેશના વિવિધ ક્ષેત્રોમાં રિકવરી પ્રક્રિયા અને આર્થિક વૃદ્ધિ ચાલુ રહેવાની અપેક્ષા છે. આ સર્વે અનુસાર, ઘણા ક્ષેત્રોમાં પ્રતિભાની જોરદાર માંગ રહેશે અને સૌથી વધુ માંગ ડિજિટલ ભૂમિકામાં રહેવાની છે. આઇટી અને ટેક્નોલોજીનો દેખાવ શ્રેષ્ઠ (68%) છે. તે પછી બેન્કિંગ, ફાઇનાન્સ, ઇન્શ્યોરન્સ અને રિયલ એસ્ટેટ (60 ટકા), અન્ય સેવાઓ (52 ટકા), રેસ્ટોરાં અને હોટેલ્સ (48 ટકા) અને મેન્યુફેક્ચરિંગ (48 ટકા) આવે છે. ગુલાટીના મતે, વિશ્વભરમાં ભારતીય IT વ્યાવસાયિકોની વધતી જતી માંગ અને ડિજિટાઈઝેશન, ઓટોમેશન અને ટેક સક્ષમ સેવાઓની વધતી જતી જરૂરિયાતને કારણે IT અને ટેકનોલોજી ભારતીય જોબ માર્કેટમાં ટોચ પર છે.

આ પણ વાંચો :  રાહુલ ગાંધી ED સમક્ષ હાજર થતા કોંગ્રેસનો આક્રમક વિરોધ