Not Set/ વિદેશમાં વસતા ભારતીયો મોકલશે ઓક્સિજન કન્સટ્રેટર મશીનો

સમગ્ર દેશ માં કોરોના કેસ સતત વધતા જોવા મળી રહ્યા છે ત્યારે  કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા પણ વધતી જોવા મળી રહી છે  ત્યારે  ખાસ કરીને ઑક્સિજનની કમીના કારણે ખુબ જ ભયંકર સ્થિતિ જોવા મળી રહી છે.જેના લીધે  ઘણા લોકો મૃત્યુ પામતા હોય છે  .  હોસ્પિટલમાં યોગ્ય પ્રમાણમાં ઑક્સિજન નથી મળી રહ્યો . આવા કપરા સમયમાં વર્ષોથી […]

Gujarat
Untitled 41 વિદેશમાં વસતા ભારતીયો મોકલશે ઓક્સિજન કન્સટ્રેટર મશીનો

સમગ્ર દેશ માં કોરોના કેસ સતત વધતા જોવા મળી રહ્યા છે ત્યારે  કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા પણ વધતી જોવા મળી રહી છે  ત્યારે  ખાસ કરીને ઑક્સિજનની કમીના કારણે ખુબ જ ભયંકર સ્થિતિ જોવા મળી રહી છે.જેના લીધે  ઘણા લોકો મૃત્યુ પામતા હોય છે  .  હોસ્પિટલમાં યોગ્ય પ્રમાણમાં ઑક્સિજન નથી મળી રહ્યો . આવા કપરા સમયમાં વર્ષોથી અમેરિકામાં રહેતા પાંચ ગામ લેઉવા પાટીદાર સમાજના સેવાભાવી લોકો વતનનું ઋણ ચૂકવવા માટે આગળ આવ્યાં છે.

અમેરિકા માં  110 ઑક્સિજન કન્સટ્રેટર મશીનો ખરીદી લીધા છે. જેમાં એક મશીનનો ખર્ચ 450 થી 500 ડોલર છે. આવા 110 મશીનો અમેરિકામાંથી થોડા દિવસોમાં જ રવાના થશે અને શનિવાર સુધીમાં ભારત પહોંચી જશે. અહીં પહોંચ્યા બાદ ઉત્તર ગુજરાતના પાટણ તાલુકાના બાલિસણા ગામમાં 25, સંડેરમાં 17, મુણુંદમાં 17, વિસનગર તાલુકાના ભાંડુ ગામમાં 17 અને વાલમ ગામમાં 25 મશીનો આપવામાં આવશે. જ્યારે 9 મશીનો રિઝર્વ રાખવામાં આવશે

નોધનીય  છે કે ઓક્સિજન કન્સટ્રેટર એક એવું મશીન છે, જેમાં ઑક્સિજન ભરવાની જરૂર નથી પડતી. આ મશીન ખુદ ઑક્સિજનનું ઉત્પાદન કરે છે. જેથી દર્દીઓને તાત્કાલીક ઑક્સિજન મળી શકે. આ મશીનથી કોરોનાના દર્દીઓને લાભ થાય છે.