Not Set/ ઓવૈસીએ કહ્યું – ટ્રમ્પ જાહિલ મેન, પીએમ મોદીની એલ્વિસ પ્રેસ્લે સાથે તુલના યોગ્ય છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ‘father of india’નું બિરુદ આપવામાં આવ્યું છે. ત્યારબાદ  ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ મુસલીમિનના ચીફ અસદુદ્દીન ઓવૈસી રોષે ભરાયાં છે. તેમણે ટ્રમ્પને જાહિલ તરીકે ઓળખાવ્યાં છે. ઓવૈસીએ કહ્યું કે, ટ્રમ્પ મહાત્મા ગાંધી વિશે જાણતા નહોતા. ગાંધીજી પાસે રાષ્ટ્રપિતાનું બિરુદ છે. આ અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યુએસ મુલાકાત દરમિયાન […]

Top Stories India
ઓવૈસીએ કહ્યું - ટ્રમ્પ જાહિલ મેન, પીએમ મોદીની એલ્વિસ પ્રેસ્લે સાથે તુલના યોગ્ય છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ‘father of india’નું બિરુદ આપવામાં આવ્યું છે. ત્યારબાદ  ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ મુસલીમિનના ચીફ અસદુદ્દીન ઓવૈસી રોષે ભરાયાં છે. તેમણે ટ્રમ્પને જાહિલ તરીકે ઓળખાવ્યાં છે. ઓવૈસીએ કહ્યું કે, ટ્રમ્પ મહાત્મા ગાંધી વિશે જાણતા નહોતા. ગાંધીજી પાસે રાષ્ટ્રપિતાનું બિરુદ છે.

આ અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યુએસ મુલાકાત દરમિયાન મંગળવારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે તેમની બીજી મુલાકાત હતી. ન્યૂયોર્કમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ હતી. બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટ્રમ્પે મોદીની જોરદાર પ્રશંસા કરી અને તેમને ‘ભારતનો પિતા’ ગણાવ્યા. જો કે તેમના આ નિવેદન ને કારણે દેશમાં વિવાદ વધ્યો છે અને વિરોધ પક્ષોના નેતાઓ ટ્રમ્પના નિવેદનની ટીકા કરી રહ્યા છે.

કોંગ્રેસે વિરોધ કર્યો

ટ્રમ્પે અમેરિકન પોપ સિંગર અને સુપરસ્ટાર એલ્વિસ પ્રેસ્લી સાથે વડા પ્રધાન મોદીની તુલના કરતા ઓવૈસીએ કહ્યું કે એલ્વિસ પ્રેસ્લી એક ગાયક હતો, અમારા વડા પ્રધાન પણ મહેફિલ જમાવે છે.  અને તે જ આ બંને વચ્ચેની સામ્યતા છે.

ઓવૈસીએ કહ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ મહાત્મા ગાંધી વિશે જાણતા ન હતા. ગાંધીજી પાસે રાષ્ટ્રપિતાનું બિરુદ છે. મોદી ક્યારેય રાષ્ટ્રના પિતા નહીં બની શકે.

તેમણે કહ્યું કે ભારત એક મોટો દેશ છે, પરંતુ મોદી તેમાં નિષ્ફળ ગયા છે, તે તેમની નિષ્ફળતા છે. આજે ભારત પાકિસ્તાન એક સાથે જોવા મળી રહ્યું છે.

ઓવૈસી પહેલા કોંગ્રેસના નેતાએ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનનો વિરોધ કર્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનનો વિરોધ કરવા કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખાર્ગેના પુત્ર અને કર્ણાટક સરકારના પ્રધાન પ્રિયંક ખડગે ટ્વિટર પર ટ્વીટ કર્યું હતું. હવે અમેરિકા નિર્ણય કરશે કે રાષ્ટ્રના પિતા કોણ છે? જો આપણે જોઈએ કે આ ફાશીવાદી લોકોએ બુદ્ધિવાદીને  તર્ક આપીને આપણા લોકોની લૂંટ ચલાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.