સુવિધા/ ગુગલથી મળશે હવે ઓક્સિજન અને બેડની માહિતી

ગુગલ હવે ઓક્સિજન અને બેડની માહિતી આપશે.

World
gooooogomap ગુગલથી મળશે હવે ઓક્સિજન અને બેડની માહિતી

વિશ્વની સર્ચ એન્જિન કંપની ગુગલે સોમવારે જણાવ્યુ હતું કે પસંદગીના સ્થળો પર બેડ,ઉપચાર અને ઓક્સિજનની  માહિતી આપવા માટે ગુગલ મેપ એક નવી સુવિધાની પરિક્ષણ કરી રહી છે. આ સુવિધાના માધ્યમથી લોકો આ વસ્તુઓની માહિતી મેળવી સકશે અને બીજાને માહિતી આપી પણ શકે છે.

ગુગલે કહ્યું કે અમે મેપથી સવાલ જવાબનો ઉપયોગ કરીને એક નવી સુવિધાનો પરિક્ષણ કરી રહ્યા છે. આ સુવિધા લોકોને પસંદગીના સ્થલો પર બેડ.ઓક્સિજન,ઉપચાર ની માહિતી ઉપલબ્ધતા  પુછપરછ કરીને સ્થાનિક માહિતી શેર કરવા માટે સક્ષમ બનાવવામાં આવશે.આમાં વપરાશકર્તાઓ દ્વારા આપવામાં આવેલી માહિતી  હશે.અધિકૃત માહિતી નહિ હોય.સૂચનાનો ઉપયોગ કરતાં પહેલા તેની ચોકસાઇ એને ચકાસણી કરવી અનિવાર્ય છે. ગુગલના દિગ્ગજે કહ્યું હતું કે તેમની ટીમની પ્રાથમિકતા એ છે કે ત્રણ ક્ષત્રોમાં કામ કરી રહ્યા છેસુનિશ્ચિત કરવું કે લોકો ખૂબ અદ્યતન અને અધિકૃત માહિતી મેળવે , સલામતી અને રસીકરણથી સંબંધિત મહત્વપૂર્ણ સંદેશાઓને પ્રોત્સાહન આપે છે અને અસરગ્રસ્ત સમુદાયો, આરોગ્ય અધિકારીઓ અને અન્ય સંસ્થાઓને આર્થિક સહાય પૂરી પાડવામાં મદદ કરી શકે.