Not Set/ પી ચિદમ્બરમે કોંગ્રેસ પાર્ટીને આપી સલાહ, આ જ તક છે કરો સરકારનો પર્દાફાશ

સંસદનું શિયાળુ સત્ર આજે એટલે કે સોમવારથી શરૂ થઇ ગયુ છે, કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે તેમના પક્ષનાં નેતાઓને કહ્યું છે કે તેઓ નરેન્દ્ર મોદી સરકાર દ્વારા અર્થતંત્રનાં ગેરવહીવટ અંગે તેમને બેનકાબ કરે. પૂર્વ નાણાંમંત્રીએ એક ટ્વીટ દ્વારા કહ્યું, “આજે સંસદની શરૂઆત થાય ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે વિપક્ષની જેમ અર્થવ્યવસ્થાનાં ગેરવહીવટનો પર્દાફાશ કરવો જોઈએ.” તેમણે […]

Top Stories India
P chidambaram પી ચિદમ્બરમે કોંગ્રેસ પાર્ટીને આપી સલાહ, આ જ તક છે કરો સરકારનો પર્દાફાશ

સંસદનું શિયાળુ સત્ર આજે એટલે કે સોમવારથી શરૂ થઇ ગયુ છે, કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે તેમના પક્ષનાં નેતાઓને કહ્યું છે કે તેઓ નરેન્દ્ર મોદી સરકાર દ્વારા અર્થતંત્રનાં ગેરવહીવટ અંગે તેમને બેનકાબ કરે. પૂર્વ નાણાંમંત્રીએ એક ટ્વીટ દ્વારા કહ્યું, “આજે સંસદની શરૂઆત થાય ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે વિપક્ષની જેમ અર્થવ્યવસ્થાનાં ગેરવહીવટનો પર્દાફાશ કરવો જોઈએ.” તેમણે ઉમેર્યું, “શું અર્થવ્યવસ્થાનું કોઇ પણ પાસું યોગ્ય કામ કરી રહ્યું છે? કોઈ પણ નહીં.”

જણાવી દઇએ કે ચિદમ્બરમ આઈએનએક્સ મીડિયા કેસમાં તેમની કથિત સંડોવણીને કારણે ન્યાયિક કસ્ટડીમાં છે, જેના કારણે તે સંસદનાં 250 મા અધિવેશનમાં ભાગ લઇ શક્યા નહી. જો કે, પૂર્વ વડા પ્રધાન અને પ્રખ્યાત અર્થશાસ્ત્રી મનમોહન સિંહ રાજ્યસભામાં અર્થવ્યવસ્થા પર સરકારને ઘેરવા માટે કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ કરશે.

ઉલ્લેખનીય છે કે સીબીઆઈએ 21 ઓગસ્ટે આઈએનએક્સ મીડિયા ભ્રષ્ટાચાર કેસમાં ચિદમ્બરમની ધરપકડ કરી હતી. ચિદમ્બરમનાં નાણામંત્રી પદનાં કાર્યકાળ દરમિયાન 2007 માં આઈએનએક્સ મીડિયા ગ્રુપને વિદેશોથી 305 કરોડ રૂપિયા મેળવવાની મંજૂરી માટે વિદેશી રોકાણ પ્રમોશન બોર્ડ (એફઆઈપીબી) ની કથિત ગેરરીતિ અંગે સીબીઆઈ દ્વારા 15 મે 2017 નાં રોજ કેસ નોંધવામાં આવ્યો હતો. જે પછી, ઇડીએ આ મામલે 2017 માં મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.