Entertainment News/ ગુટખા અને પાન મસાલાની એડ માટે કેટલી ફી લે છે શાહરૂખ, અજય અને ટાઈગર? FDA ની નોટિસ બાદ મોટો ખુલાસો

વિમલ ઈલાયચી અને પાન મસાલાની (Paan Masala) એડ બદલ શાહરૂખ ખાન, અજય દેવગન અને ટાઈગર શ્રોફને FDA ની નોટિસ મળી છે. જાણો આ બોલિવૂડ સ્ટાર્સ આ જાહેરાતો માટે કેટલી ફી લે છે.

Entertainment
Paan Masala Promotion case

Entertainment News : મહારાષ્ટ્રમાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ પાન મસાલા (Paan Masala )અને વિમલ ઈલાયચીના પ્રમોશનને લઈને બોલિવૂડના દિગ્ગજ સુપરસ્ટાર્સ સામે કડક વલણ અપનાવ્યું છે. ‘વિમલ’ (Vimal) બ્રાન્ડની એડ દ્વારા ગ્રાહકોને ગેરમાર્ગે દોરવાના આરોપસર FDA દ્વારા શાહરૂખ ખાન, અજય દેવગન અને ટાઈગર શ્રોફને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. આ કાર્યવાહીની સાથે જ આ કલાકારો આ પ્રકારના વિવાદાસ્પદ બ્રાન્ડ કેમ્પેઇન માટે કેટલી મજબૂત ફી વસૂલે છે તે આંકડા પણ સામે આવ્યા છે.

Paan Masala  : FDA ની કડક કાર્યવાહી અને સોશિયલ મીડિયા પરથી પોસ્ટ્સ હટાવવાનો આદેશ

મહારાષ્ટ્રમાં વર્ષ 2012થી ગુટખા, પાન મસાલા અને ફ્લેવર્ડ તમાકુના ઉત્પાદન તથા વેચાણ પર સખત પ્રતિબંધ અમલી છે. જૂન 2026માં કાયદાનો ભંગ કરનારા તમાકુ સપ્લાયરો સામે મકોકા (MCOCA) હેઠળ કાર્યવાહી કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે.

FDA નું સ્પષ્ટ માનવું છે કે પાન મસાલા બ્રાન્ડના નામે પરોક્ષ રીતે તમાકુ કે ગુટખાનો પ્રચાર કરવામાં આવે છે, જે ગ્રાહકોમાં ભ્રમ પેદા કરે છે. FDA એ ત્રણેય બોલિવૂડ કલાકારોને આ પ્રોડક્ટ સાથેનો પોતાનો કોન્ટ્રેક્ટ તાત્કાલિક ખતમ કરવા અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પરથી તમામ પ્રમોશનલ કન્ટેન્ટ દૂર કરવાની સૂચના આપી છે.

બોલિવૂડ કલાકારોની અંદાજિત કમાણી અને કરોડોની ફીનો ખુલાસો

વર્ષોથી ‘બોલો જુબાં કેસરી’ કેમ્પેઇનમાં જોવા મળતા આ સ્ટાર્સ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે અધધ ફી વસૂલે છે.સામાન્ય એડ માટે 8 થી 12 કરોડ રૂપિયા લેતા શાહરૂખ ખાન પાન મસાલા જેવા મોટો વિવાદ ધરાવતા કેમ્પેઇન માટે 20 થી 30 કરોડ રૂપિયા સુધીનો ચાર્જ વસૂલતા હોવાના અહેવાલ છે.વિમલ બ્રાન્ડના મુખ્ય ચહેરા તરીકે ઓળખાતા અજય દેવગન વાર્ષિક કોન્ટ્રેક્ટ કે કેમ્પેઇન દીઠ અંદાજે 10 થી 15 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.નવી પેઢીના અભિનેતા ટાઈગર શ્રોફ આ કેમ્પેઇન માટે આશરે 3 થી 5 કરોડ રૂપિયાની ફી મેળવતા હોવાનો અંદાજ છે.

જાહેરાતો સામે વિરોધ અને સ્ટાર્સની વ્યાવસાયિક જવાબદારી

આ પ્રકારની પ્રોડક્ટ્સના પ્રમોશન સામે દેશભરમાં વારંવાર અવાજ ઉઠાવવામાં આવતો રહ્યો છે. જનતાની આરોગ્ય સુરક્ષા અને કલાકારોની સામાજિક જવાબદારીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા હવે આ મામલે કાયદાકીય શિકંજો વધુ કસવામાં આવ્યો છે.


આ પણ વાંચો :‘Toxic’ માં કિયારા અને તારા સાથેના બોલ્ડ સીન્સ પર પત્ની રાધિકાનું કેવું છે રિએક્શન? સુપરસ્ટાર યશે તોડ્યું મૌન

આ પણ વાંચો :‘ગદર’ પછી કેમ અટકી ગયુ હતુ સની દેઓલનુ કરિયર? સફળતા અને રાજકારણ પર તોડ્યું મૌન

આ પણ વાંચો :રશ્મિકા મંદાનાની ઈજાથી અટક્યું Allu Arjunની Raakaનું શૂટિંગ? જાણો મોટું અપડેટ