Entertainment News/ ‘Toxic’ માં કિયારા અને તારા સાથેના બોલ્ડ સીન્સ પર પત્ની રાધિકાનું કેવું છે રિએક્શન? સુપરસ્ટાર યશે તોડ્યું મૌન

ફિલ્મ ‘ટોક્સિક’ (Toxic)માં કિયારા અડવાણી અને તારા સુતારિયા સાથેના ઇન્ટિમેટ સીન્સ અંગે સુપરસ્ટાર યશે પત્ની રાધિકાની પ્રતિક્રિયા વિશે ખુલ્લીને વાત કરી.

Entertainment
Toxic Yash breaks intimate scenes Kiara

Entertainment News : સાઉથના સુપરસ્ટાર યશ પોતાની આગામી મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ટોક્સિક’ (Toxic) ને લઈને ભારે ચર્ચામાં છે. આ ફિલ્મમાં યશ (Yash )બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી (KiaraAdvani)અને તારા સુતારિયા સાથે કેટલાક ઘનિષ્ઠ (ઇન્ટિમેટ) દ્રશ્યોમાં જોવા મળશે. તાજેતરમાં આપેલા એક ખાસ ઇન્ટરવ્યુ દરમિયાન યશે ખુલાસો કર્યો હતો કે સ્ક્રીન પર તેમના આવા બોલ્ડ સીન્સ જોઈને પત્ની રાધિકા પંડિતની પ્રતિક્રિયા કેવી રહેશે અને તેમનું અંગત બોન્ડિંગ કેવું છે.

Toxic  : પત્ની રાધિકાની પ્રતિક્રિયા અને વિશ્વાસ પર યશનો ખુલાસો

પોતાના ઓન-સ્ક્રીન ઇન્ટિમેટ સીન્સ વિશે વાત કરતા યશે સ્વીકાર્યું હતું કે કમ્ફર્ટ ઝોન (Comfort Zone)માંથી બહાર આવીને શૂટિંગ કરવું તેમના માટે સરળ નહોતું.યશે જણાવ્યું કે સ્વાભાવિક રીતે જ કોઈ પણ પત્ની પોતાના પતિને સ્ક્રીન પર આવા સીન્સમાં જોઈને ખુશ ન થાય, પરંતુ રાધિકા ખૂબ જ સમજુ છે. તે પ્રોફેશનલ લાઈફ અને પર્સનલ રિલેશનશિપ વચ્ચેનો તફાવત સારી રીતે જાણે છે.કેમેરા સામે કામ કરતી વખતે તે માત્ર એક કલાકાર તરીકે જ પાત્ર ભજવી રહ્યા છે તે વાત રાધિકા સમજે છે અને તેને પોતાના પતિ પર સંપૂર્ણ વિશ્વાસ છે.

ઓન-સ્ક્રીન ઇન્ટિમેટ દ્રશ્યો અને સ્ક્રીન પ્લોટની જરૂરિયાત

યશે મુક્તપણે સ્વીકાર કર્યો કે પોતાના પાર્ટનરને સ્ક્રીન પર બોલ્ડ અવતારમાં જોવો કોઈ પણ જીવનસાથી માટે અસ્વસ્થતાભર્યો હોઈ શકે છે. તેમણે ઉમેર્યું કે ફિલ્મ નિર્માણ એક કળા છે અને વાર્તા કે પ્લોટની માંગ અનુસાર ક્યારેક આવા દ્રશ્યો આપવા પડે છે.

સ્ટારકાસ્ટ અને ફિલ્મ ‘ટોક્સિક’ ની રિલીઝ ડેટ

ગીતુ મોહનદાસના દિગ્દર્શન હેઠળ બની રહેલી ફિલ્મ ‘ટોક્સિક’ માં યશ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. કિયારા અડવાણી, તારા સુતારિયા, દક્ષિણની લેડી સુપરસ્ટાર નયનતારા અને હુમા કુરેશી.આ ફિલ્મ 26 ઓગસ્ટના રોજ થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે.


આ પણ વાંચો :‘ગદર’ પછી કેમ અટકી ગયુ હતુ સની દેઓલનુ કરિયર? સફળતા અને રાજકારણ પર તોડ્યું મૌન

આ પણ વાંચો :‘બાઝીગર’ના બબલુથી 277 કરોડના માલિક બનવા સુધી; જાણો બોલિવૂડના દાદા જોની લીવરનો સંઘર્ષ

આ પણ વાંચો :“દીકરીની ઉંમરની છોકરીને લઈને ફરે છે…”: કથિત ગર્લફ્રેન્ડ સાથે ગોવિંદાને જોઈ પત્ની સુનિતાએ કર્યો પ્રચંડ કટાક્ષ