ભાજપ એક્શનમાં!/ એપના માધ્યમથી પેઈજ સમિતિ સભ્યો અને લાભર્થીઓની કરશે ખરાઈ

વિધાનસભની ચૂંટણીને લઈને ભાજપ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજેપીએ હવે ઘરે ઘરે પહોંચવા અને ક્યાં વિસ્તારની સ્થિતિ શુ છે તેનો ચિતાર મેળવવા માટે કામગીરી હાથ પર લીધી છે

Top Stories Gujarat Others
bjp

વિધાનસભની ચૂંટણીને લઈને ભાજપ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજેપીએ હવે ઘરે ઘરે પહોંચવા અને ક્યાં વિસ્તારની સ્થિતિ શુ છે તેનો ચિતાર મેળવવા માટે કામગીરી હાથ પર લીધી છે જેના ભાગરૂપે જ વિસ્તારક યોજના બનાવી છે . આ વિસ્તારકો હવે ડીઝીટલી કામગીરી કરશે. બીજેપીએ વિતારક યોજના આગામી મહિને શરૂ કરવાનું આયોજન કર્યું છે જેમાં વિસ્તારકો રાજ્યભરમાં ફરશે અને રાજકીય અને સામાજિક માહિતી એકત્ર કરશે. જેના આધારે ક્યાં વિસ્તારમાં કઈ રણનીતિ સાથે આગળ ચાલવું તેને લઈને આયોજન કરવામાં આવશે.

બીજેપી આગામી 11,12 અને 13 જૂનના દિવસે અલ્પક્લીન વિસ્તારક યોજના હેઠળ 104 વિસ્તારકોને ગુજરાતભરમાં મોકલશે અને ત્યાં જઈને પેઈજ સમિતિના સભ્યો સાથે સંવાદ કરશે અને સરકરી યોજનાઓના લાભાર્થીઓ સાથે પણ લાભ મળ્યો છે કે કેમ તેની વિગત મેળવશે

તો આ તરફ આ તમામ વિસ્તારકોને એક એપ્લિકેશન આપવમાં આવશે. જેમાં પેઈજ સમિતિ સભ્યો અને લાભર્થીઓની વિગત હશે જેના આધારે એ 104 વિસ્તારકો સંવાદ કરશે.. અને જેમને સરકારી યોજનાનો લાભ નહિ મળ્યો હોય તેને લાભ અપાવશે તો સાથે જ એ લાભાર્થીઓને બીજેપી ને વોટ આપવા અપીલ પણ કરવામાં આવશે. સાથે જ જે જગ્યા પર પેઈજ સમિતિ પૂર્ણ નહીં થઈ હોય તેની ખરાઈ કરાશે અને તેના આધારે પેઈજ સમિતિનું કામ પૂર્ણ પણ કરવામાં આવશે

ભાજપનો કુલ 75 લાખ પેઈજ સમિતિ સભ્યો બનાવવાનું લક્ષ્ય રાખેલું છે જેમાંથી 60 લાખ સભ્યો બનાવી લેવામાં આવ્યા છે. અને જે 15 લાખ સભ્યો બનાવવાના બાકી છે જે આ વિસ્તારક યોજના હેઠળ પૂર્ણ કરવાની કામગીરી કરવામાં આવશે.

આ પણ વાંચો:જર્મનીએ ભારત બાયોટેકની વેક્સિનને મંજૂરી આપી, મુસાફરી કરી રહેલા લાખો લોકોને મળશે મોટી રાહત