આતંકવાદી હુમલો/ પાકિસ્તાને ચીની નાગરિકો પર થયેલા હુમલાનો સીધો જવાબદાર ભારતને ગણાવ્યો

આતંકવાદી હુમલામાં ચીનના નાગરિક સહિત 13 લોકોના મોત નિપજ્યા હતા

World
china 1 પાકિસ્તાને ચીની નાગરિકો પર થયેલા હુમલાનો સીધો જવાબદાર ભારતને ગણાવ્યો

પાકિસ્તાનના ખૈબર પખતૂનખ્વા વિસ્તારમાં ચીની નાગરિકો પર આતંકવાદી હુમલો થયો હતો ,આ હુમલો ભારતે કરાવ્યો છે તેવો આરોપ પાકિસ્તાને લગાવ્યો છે ,આ આતંકવાદી ઘટના માટે ભારતને સીધો જવાબદાર ગણવામાં આવી રહ્યો છે. પાકિસ્તાન તપાસ એજન્શીએ ભારતની સીધી સંડોવણીનો આરોપ લગાવ્યો છે. આ મામલે ચીન પાકિસ્તાનની તપાસ એજન્શીથી ખુબ ખુશ છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા હુઆ ચુનયિંગે જણાવ્યું હતું કે ચીન આ મામલે ખુબ ધ્યાન આપી રહ્યો છે,અને પાકિસ્તાનના પ્રયત્નની પ્રશંસા કરી હતી,આ ઘટનામાં પાકિસ્તાનની તપાસ એજન્શી આગળ પણ તપાસ ચાલું રાખશે.

ખૈબર પખતૂનખ્વા પ્રાંતમાં ચીની નાગરિકો પર આત્મઘાતી હુમલા પાછળ ભારત અને અફઘાનિસ્તાનનો હાથ હોવાનો આરોપ પાકિસ્તાને લગાવ્યો છે. ચીને શુક્રવારે કહ્યું કે આતંકવાદનો ઉપયોગ કરીને ભૂ રાજનીતિનો લાભ લેનાર તાકાતો સામે અમે સખત વિરોધ કરીએ છીએ. આતંકવાદી હુમલામાં ચીનના નાગરિક સહિત 13 લોકોના મોત નિપજ્યા હતા.

આ હુમલાની તપાસ પુરી થયા બાદ ગુરૂવારે ઇસ્લામાબાદમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમુદ કુરેશીએ કહ્યું કે અફઘાનિસ્તાનની ભૂ ભાગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ હુમલામાં ઉપયોગમાં લેવામાં આવેલું વાહન અફઘાનિસ્તાનથી ચોરી કરીને લાવવામાં આવ્યો હતો,આ સાથે તેમણે ભારતીય ગુરપ્તચર એજન્શી રિસર્ચ એન્ડ એનાલિસીસ વિંગ (રો) અને અફઘાનિસ્તાનના નેશનલ ડાયરેકટરેટ ઓફ સિક્યુરીટ પર સીધો આરોપ લગાવ્યો હતો.

ચુનીંગે વિદેશ મંત્રાલયની વેબસાઈટ પર પોસ્ટ કરેલા નિવેદનમાં આતંકવાદી હુમલાની તપાસ અંગે પાકિસ્તાની સરકારના અપડેટ અંગેના સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, ચીન અને પાકિસ્તાન બંને પક્ષોના નેતાઓ દ્વારા મેળવેલી મહત્વની સર્વસંમતિનું પાલન કરશે. તમામ હકીકતો અને સત્ય શોધી કાઢશે અને દોષિતોને ન્યાય અપાવશે. તેમણે કહ્યું, ‘આતંકવાદ સમગ્ર માનવજાતનો દુશ્મન છે.
આ હુમલામાં નવ ચીની ઇજનેરો સહિત 13 લોકો માર્યા ગયા હતા. આ હુમલો 14 જુલાઈના રોજ અપર કોહિસ્તાન જિલ્લાના દાસુ વિસ્તારમાં થયો હતો, જ્યાં એક ચીની કંપની સિંધુ નદી પર 4,300 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવા માટે હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.