T20 World Cup/ આવતા 10 વર્ષમાં પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ તમામ રેકોર્ડ તોડી દેશેઃ ઇન્ઝમામ-ઉલ-હક

ઇન્ઝમામે બાબર આઝમને વર્તમાન યુગનો સર્વશ્રેષ્ઠ ખેલાડી ગણાવ્યો હતો. ઇન્ઝમામે બાબર આઝમને ભારતીય કેપ્ટન અને રન મશીન વિરાટ કોહલીથી શ્રેષ્ઠ પણ કહ્યું. 

Sports
ઇન્ઝમામ-ઉલ-હક અને બાબર આઝમ

ભારત સામે વર્લ્ડકપમાં બાબર આઝમની કેપ્ટનશીપમાં પાકિસ્તાનની પ્રથમ જીત બાદ બાબર આઝમની બધે પ્રશંસા થઈ રહી છે. બાબરે બેટિંગની સાથે સાથે કેપ્ટનશિપમાં પણ અદભૂત પ્રદર્શન કર્યું અને મોહમ્મદ રિઝવાન સાથે 152 રનની અતૂટ ભાગીદારી કરીને ટીમને 10 વિકેટે જીત અપાવી. બાબરની બેટિંગથી પાકિસ્તાનનાં ભૂતપૂર્વ કેપ્ટન ઇન્ઝમામ-ઉલ-હક એટલા પ્રભાવિત થયા છે કે તેમણે વિરાટ કોહલી કરતા બાબરની ટેકનિકને સારી ગણાવી છે. ઇન્ઝમામનું માનવું છે કે, આગામી 10 વર્ષમાં બાબર તમામ મોટા રેકોર્ડ તોડી નાખશે.

ઇન્ઝમામ-ઉલ-હક અને બાબર આઝમ

આ પણ વાંચો – Cricket / એશિઝ સીરીઝ માટે તૈયાર બેન સ્ટોક્સ, IPL માં ઈજા બાદ થયુ હતુ ઓપરેશન

ઇન્ઝમામે બાબર આઝમને વર્તમાન યુગનો સર્વશ્રેષ્ઠ ખેલાડી ગણાવ્યો હતો. ઇન્ઝમામે બાબર આઝમને ભારતીય કેપ્ટન અને રન મશીન વિરાટ કોહલીથી શ્રેષ્ઠ પણ કહ્યું. ઇન્ઝમામે ‘Jio TV’ સાથે વાતચીત કરતા કહ્યું, ‘બાબર આઝમની ટેકનિક વિરાટ કોહલી કરતા ઘણી સારી છે. આઝમ તે વાતને લઇને સ્પષ્ટ હતો કે તેણે ભારત સામે ટીમ સાથે કેવી રીતે રમવું છે. પાકિસ્તાનનાં પૂર્વ કેપ્ટને કહ્યું કે, બાબર આવતા 10 વર્ષમાં તમામ રેકોર્ડ તોડી નાખશે. તેમણે પાકિસ્તાનની વિજેતા ટીમનાં કોમ્બિનેશનની પણ પ્રશંસા કરી હતી. બાબરે ટીમ ઈન્ડિયા સામેની મોટી મેચમાં ચપળતા પૂર્વક બેટિંગ કરી અને 52 બોલમાં 6 ચોક્કા અને બે છક્કા સહિત 68 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી.

ઇન્ઝમામ-ઉલ-હક અને બાબર આઝમ

આ પણ વાંચો – સ્પોર્ટ્સ / MS ધોનીએ કહ્યું હતું -ભારતીય ટીમ પાકિસ્તાન સામે હારશે તો ચોક્કસ, વીડિયો થઇ રહ્યો છે વાયરલ

પાકિસ્તાને ભારત તરફથી 152 રનનો ટાર્ગેટ 13 બોલ બાકી રહેતા હાંસલ કરી લીધો હતો. રિઝવાને કેપ્ટન બાબર આઝમનો ખૂબ જ સારી રીતે સાથ આપ્યો અને તે 55 બોલમાં 79 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો હતો. અગાઉ બોલિંગમાં, શાહીન આફ્રિદીએ ભારતીય ટોપ ઓર્ડરનું પૂલ્લુ વાળવાનું કરવાનું કામ કર્યું હતું અને કેએલ રાહુલ, રોહિત શર્મા અને વિરાટ કોહલીની ત્રણ મોટી વિકેટ લીધી હતી. કેપ્ટન વિરાટે ટીમ માટે સૌથી વધુ 57 રન બનાવ્યા હતા.