Cricket/ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનું નિવેદનઃ જો ભારત WTC ફાઈનલમાં પહોંચશે તો નહી રમી શકે એશિયા કપ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી 4 મેચની ટેસ્ટ શ્રેણી અંતિમ તબક્કામાં છે અને તેની છેલ્લી મેચ 4 માર્ચથી રમાવાની છે.

Sports
Mantavya 50 પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનું નિવેદનઃ જો ભારત WTC ફાઈનલમાં પહોંચશે તો નહી રમી શકે એશિયા કપ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી 4 મેચની ટેસ્ટ શ્રેણી અંતિમ તબક્કામાં છે અને તેની છેલ્લી મેચ 4 માર્ચથી રમાવાની છે. શ્રેણીની આ મેચ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની અંતિમ મેચની દ્રષ્ટિએ ખૂબ નિર્ણાયક સાબિત થવા જઈ રહી છે. ઈંગ્લેન્ડની ટીમ પહેલાથી જ આ રેસમાંથી બહાર થઈ ગઈ છે અને હવે ભારત અને ઓસ્ટ્રેલિયા ફાઈનલ માટેની રેસમાં અકબંધ છે. ન્યૂઝીલેન્ડની ટીમ પહેલાથી જ ક્વોલિફાય થઈ ગઈ છે અને ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચવાની વધુ સંભાવનાઓ દેખાઇ રહી છે.

Cricket / વિવાદમાં આવેલી મોટેરાની પિચ ચોથી ટેસ્ટમાં બદલાઇ જશે, બેટ્સમેનોને કરશે ફાયદો

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે, ભારતીય ટીમને શ્રેણીની છેલ્લી મેચને માત્ર ડ્રો કરવાની જરૂર છે, જો તે આ કરવામાં સફળ રહેશે તો વિરાટ સેના સીરીઝ જીતવાની સાથે ફાઈનલની ટીકીટ પોતાના નામે કરશે. જો કે, ઈંગ્લેન્ડ, જે શ્રેણી બચાવવા માટે રમી રહ્યું છે, તે ભારતને હરાવી અને ફાઇનલમાં પહોંચવાનું તેનુ સપનુ તોડી શકે છે, આવુ થશે તો ઓસ્ટ્રેલિયા ફાઇનલમાં પહોંચી જશે.

IPL / શું IPL-14 ની ફાઈનલ મેચ અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે?

દરમિયાન, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનાં અધ્યક્ષ એહસાન મનીએ રવિવારે એક ચોંકાવનારો દાવો કર્યો હતો કે, ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચે તો ફરી એકવાર એશિયા કપ 2021 નું આયોજન થઇ શકશે નહી. નોંધનીય છે કે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ પહેલા 8-10 જૂન વચ્ચે યોજાવાની હતી, જો કે આઈપીએલ સાથેની તારીખોની ટક્કરને કારણે તેનું શેડ્યૂલ કરવામાં આવ્યું હતું અને હવે ફાઈનલ મેચ 22 થી 23 જૂન સુધી રમાવાની છે. નોંધનીય છે કે, એશિયા કપ 2021 માટેની તારીખ પણ જૂન 18-30 ની વચ્ચે સૂચવવામાં આવી હતી, તેથી જો ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ માટે ક્વોલિફાય થાય છે, તો તેઓ એશિયા કપમાં ભાગ લઈ શકશે નહીં.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ