Asia Cup/ પાકિસ્તાને બાંગ્લાદેશને સાત વિકેટથી હરાવ્યું,ઈમામ ઉલ હકની 78 રનની શાનદાર ઇનિગ્સ

પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 38.4 ઓવરમાં 193 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાને 39.3 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 194 રન બનાવ્યા હતા

Top Stories Sports
6 1 2 પાકિસ્તાને બાંગ્લાદેશને સાત વિકેટથી હરાવ્યું,ઈમામ ઉલ હકની 78 રનની શાનદાર ઇનિગ્સ

પાકિસ્તાને બાંગ્લાદેશને સાત વિકેટે હરાવ્યું છે. આ મેચમાં જીત સાથે પાકિસ્તાને ફાઈનલમાં જગ્યા બનાવવાની દિશામાં પહેલું પગલું ભર્યું છે. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 38.4 ઓવરમાં 193 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાને 39.3 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 194 રન બનાવ્યા હતા અને સાત વિકેટે મેચ જીતી લીધી હતી. બાંગ્લાદેશ તરફથી મુશ્ફિકુર રહીમે 64 રન અને શાકિબ અલ હસને 53 રનનું યોગદાન આપ્યું હતું. નઈમે 20 રનની ઇનિંગ રમી હતી. પાકિસ્તાન તરફથી હરિસ રઉફે ચાર અને નસીમ શાહે ત્રણ વિકેટ ઝડપી હતી.

પાકિસ્તાન તરફથી ઈમામ ઉલ હકે 78 રન અને મોહમ્મદ રિઝવાને અણનમ 63 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી તસ્કીન, શોરીફુલ અને મેહદી હસને એક-એક વિકેટ લીધી હતી.