Not Set/ બાલાકોટમાં એર સ્ટ્રાઈક સમયે જૈશેના કેમ્પમાં 280 મોબાઇલ એક્ટીવ હતા

ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનના બાલકોટમાં ઘૂસીને કરવામાં આવેલી એર સ્ટ્રાઇકમાં 280 આતંકીઓના મોત થયાનું સામે આવ્યું છે. નેશનલ ટેક્નિકલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (NTRO) ના સર્વેલન્સથી સામે આવ્યું છે કે, જ્યારે બાલાકોટમાં ભારતીય વાયુસેનાએ એર સ્ટ્રાઇક કરી, તે સમયે ત્યાં 280 મોબાઇલ ફોન સક્રિય હતા. તેનાથી સ્પષ્ટ થાય છે કે ભારતીય વાયુસેનાએ જે સમયે બાલાકોટ સ્થિત જૈશે-એ-મોહમ્મદ […]

Top Stories India
mantavya 55 બાલાકોટમાં એર સ્ટ્રાઈક સમયે જૈશેના કેમ્પમાં 280 મોબાઇલ એક્ટીવ હતા

ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનના બાલકોટમાં ઘૂસીને કરવામાં આવેલી એર સ્ટ્રાઇકમાં 280 આતંકીઓના મોત થયાનું સામે આવ્યું છે. નેશનલ ટેક્નિકલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (NTRO) ના સર્વેલન્સથી સામે આવ્યું છે કે, જ્યારે બાલાકોટમાં ભારતીય વાયુસેનાએ એર સ્ટ્રાઇક કરી, તે સમયે ત્યાં 280 મોબાઇલ ફોન સક્રિય હતા. તેનાથી સ્પષ્ટ થાય છે કે ભારતીય વાયુસેનાએ જે સમયે બાલાકોટ સ્થિત જૈશે-એ-મોહમ્મદ કેમ્પો પર હુમલો કર્યો હતો, તે સમયે ત્યાં લગભગ 280 આતંકીઓ હાજર હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ NTRO અને RAWએ ભારતીય વાયુસેનાને બાલકોટ સ્થિત જૈશે-એ-મોહમ્મદ કેમ્પમાં 280 થી વધુ મોબાઇલ ફોન સક્રિય હતા તેની જાણકારી આપી હતી.

આ માહિતી પછી ભારતીય વાયુસેનાના મિરાજ લડાકુ વિમાનોએ જૈશેના કેમ્પ પર એર સ્ટ્રાઇક કરી  હતી. પહેલાં જૈશ-એ-મોહમ્મદના સરગના મસૂદ અઝહરના ભાઈએ ભારતના એર સ્ટ્રાઇકની વિનાશની રોતળા રોયા હતા અને તેનો વિડીયો પણ સામે આવ્યો હતો.