Not Set/ પાકિસ્તાનને હવે સમજાયું, જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 ભારતનો આંતરિક મામલો

જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે હવે પાકિસ્તાનને આ સમજાઇ ગયુ હોય તેવુ લાગી રહ્યુ છે. આર્ટિકલ 37૦ પર પાકિસ્તાનનાં વલણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે.

Top Stories World
123 155 પાકિસ્તાનને હવે સમજાયું, જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 ભારતનો આંતરિક મામલો

જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે હવે પાકિસ્તાનને આ સમજાઇ ગયુ હોય તેવુ લાગી રહ્યુ છે. આર્ટિકલ 37૦ પર પાકિસ્તાનનાં વલણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનનાં વિદેશ પ્રધાન શાહ મેહમુદ કુરેશીએ પોતાના એક મહત્વપૂર્ણ નિવેદનમાં કહ્યું છે કે, કલમ 37૦ હટાવાથી ક્યારે કોઇ સમસ્યા થઇ નથી.

હિમાયત / ફરીથી સોશિયલ મીડિયામાં બોલ્યા ગેહલોત, લોકડાઉનની હવે સાચી જરૂર જેનો નિર્ણય કેન્દ્રસ્તરે લેવાવો જોઈએ

તેમણે કહ્યું કે, પાકિસ્તાનને ક્યારેય પણ 37૦ હટાવવાથી મુશ્કેલી પડી નથી. પાકિસ્તાનનાં વિદેશ પ્રધાને કહ્યું કે, આ ભારતનો આંતરિક મામલો છે. તેમણે વધુમાં કહ્યું કે, પાકિસ્તાને 35 એ ને હટાવવા સામે વાંધો ઉઠાવ્યો છે. કુરેશીએ કહ્યું કે પાકિસ્તાન આને લઈને ચિંતિત છે. તેમણે કહ્યું કે આ મામલે પાકિસ્તાન પોતાનો મત સ્પષ્ટ કરી ચૂક્યો છે. વિશેષ વાત એ છે કે કુરેશીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તે સાઉદી અરેબિયાની મુલાકાતે છે. તેમણે આ નિવેદન સાઉદી જતાં પહેલાં આપ્યું હતું. પાકિસ્તાનનાં વિદેશ પ્રધાનનાં આ નિવેદનનું કેટલુ મહત્વ છે તે આવતા સમયમાં સામે આવી જશે. અગાઉ, આર્ટિકલ 370 અંગે પાકિસ્તાનનું વલણ ભારત વિરુદ્ધ હતું. પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાને સંયુક્ત રાષ્ટ્ર સહિત તમામ આંતરરાષ્ટ્રીય મંચોમાં ભારતનાં આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. જો કે, તે સમયે ભારતની દલીલ હતી કે આર્ટિકલ 37૦ એ અમારો આંતરિક મામલો છે. તેમ છતા, પાકિસ્તાન આ મામલાને આંતરરાષ્ટ્રીય મંચોમાં જોરશોરથી ઉઠાવી રહ્યુ હતુ. હવે કુરેશીનાં નિવેદનને કલમ 37૦ નાં મામલામાં યુ-ટર્ન કહી શકાય. પાકિસ્તાનમાં એવા અહેવાલો છે કે સાઉદી અરેબિયા અને યુએઈ કાશ્મીર મુદ્દાનો ઉકેલ લાવવા માટે પાકિસ્તાન પર દબાણ વધારી રહ્યુ છે. પાકિસ્તાનનાં આ સ્ટેન્ડને કલમ 37૦ સંબંધિત સાઉદીનું દબાણ માનવામાં આવી રહ્યું છે.

કોરોના 2.0 / વિશ્વમાં સૌથી વધુ ભારતમાં 3.86 લાખ દર્દીઓએ આપી કોરોનાને માત, ચોથા દિવસે નવા કેસ 4 લાખને પાર

સાઉદી જતાં પહેલાં કુરેશીએ સમા ન્યૂઝને એક ઇન્ટરવ્યૂંમાં તેમણે કહ્યું- અમારું માનવું છે કે કલમ37૦ ને હટાવવું એ ભારતનો આંતરિક મામલો છે. તેમણે કહ્યું કે ભારતને તે સમજવું જોઈએ. વિદેશ પ્રધાને કહ્યું કે સુપ્રીમ કોર્ટ પણ આ મામલે સુનાવણી કરી રહી છે. કુરેશીએ કહ્યું કે અમારી ચિંતા કલમ 35 એ ને લઇને છે. આ સાથે કાશ્મીરની ભૌગોલિક અને વસ્તીનાં સંતુલનને બદલવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અમે 370 ને મહત્વ આપતા નથી. પાકિસ્તાનનાં વિદેશ પ્રધાને ઇનકાર કર્યો હતો કે પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચેનાં સંબંધો બગડ્યા છે.

sago str 7 પાકિસ્તાનને હવે સમજાયું, જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 ભારતનો આંતરિક મામલો