Not Set/ ભારતે પાકિસ્તાનને ડોઝિયર સોંપ્યું,અમારો પાયલટ પાકિસ્તાનના કબજામાં: ભારત

ભારતની કાર્યવાહી બાદ બુધવારે પાકિસ્તાની એરફોર્સમાં ભારતીય બોર્ડરમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો. તેના જવાબમાં ભારતીય વાયુસેનાએ નૌશેરા સેક્ટરના લામ ઘાટીમાં પાકિસ્તાની F-16નું એક વિમાનને તોડી પાડ્યું હતું. જ્યારે જવાબી કાર્યવાહીમાં ભારતના એક ફાઇટર પ્લેન પર પાકિસ્તાને હુમલો કર્યો હતો. પાકિસ્તાને દાવો કર્યો હતો કે, ભારતનો એક પાયલોટ તેમના કબજામાં છે. દિલ્હી સ્થિત પાકિસ્તાનના હાઇકમિશનર સૈયદ […]

Top Stories India
mantavya 367 ભારતે પાકિસ્તાનને ડોઝિયર સોંપ્યું,અમારો પાયલટ પાકિસ્તાનના કબજામાં: ભારત

ભારતની કાર્યવાહી બાદ બુધવારે પાકિસ્તાની એરફોર્સમાં ભારતીય બોર્ડરમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો. તેના જવાબમાં ભારતીય વાયુસેનાએ નૌશેરા સેક્ટરના લામ ઘાટીમાં પાકિસ્તાની F-16નું એક વિમાનને તોડી પાડ્યું હતું. જ્યારે જવાબી કાર્યવાહીમાં ભારતના એક ફાઇટર પ્લેન પર પાકિસ્તાને હુમલો કર્યો હતો. પાકિસ્તાને દાવો કર્યો હતો કે, ભારતનો એક પાયલોટ તેમના કબજામાં છે.

દિલ્હી સ્થિત પાકિસ્તાનના હાઇકમિશનર સૈયદ હૈદર શાહને સમન્સ પાઠવી બેઠક યોજી હતી. બેઠકમાં ભારત તરફથી પાકિસ્તાનને એક ડોઝિયર સોંપવામાં આવ્યું. જેમાં પુલવામા હુમલા અંગે પૂરાવા સોંપવામાં આવ્યા હતા, આ પૂરાવામાં સ્પષ્ટ થાય છે પુલવામા હુમલામાં આતંકી સંગઠન જૈશ એ મહોમ્મદનો હાથ હતો.

ડોઝિયરમાં જણાવવામાં આવ્યું છે કે, ઇન્ડિયન એરફોર્સના એક પાયલટ પાકિસ્તાનના કબજામાં છે. આ પાયલટ સાથે નિયમ પ્રમાણે વ્યવહાર કરવામાં આવે.

એટલું જ નહીં આ પાયલટના આપત્તિજનક વીડિયો વાયરલ કરતાં પહેલા વિચાર કરવો તથા પાયલટને સુરક્ષીત રીતે ભારતને સોંપવામાં આવે. તો પાકિસ્તાની આર્મીએ પણ દાવો કર્યો કે ઇન્ડિયન એરફોર્સના એક પાયલટ તેમના કબજામાં છે.

ભારતીય વાયુ સેનાનાં પાયલોટને પાકિસ્તાનની સેનાએ પકડ્યા છે ત્યારે બંને દેશનાં લોકોએ આ પાયલોટની સુરક્ષાની ચિંતા કરી. એટલુ જ નહીં પણ પાકિસ્તાનમાં રહેતા નાગરિકોએ પણ પાકિસ્તાન સરકારને અપીલ કરી કે, ભારતીય વાયુ સેનાનાં પકડાયેલા પાયલોટને યોગ્ય સારવાર આપવામાં આવે.

તેમની સાથે એક બાહોસ ઓફિસર સાથે જેમ સન્માનભેર વર્તન થાય તેમ કરવામાં આવે અને આ પાયલોટને ભારત પરત મોકલવા માટે વ્યવસ્થા કરવામાં આવે.

તો બીજીબાજુ સોશિયલ મીડિયા મિસિંગ પાયલટ માટે દુવાઓનો ધોધ વહી રહ્યો છે. જેમાં દિલ્હીના મુખ્યમંત્રીએ ટ્વીટ કરી મિસિંગ પાયલટના જુસ્સાને સલામ કર્યું છે. અને તેની સલામતી માટે પ્રાથના કરી જણાવ્યું છે કે દેશ તેમની સાથે છે.

વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, પુરાવાના આધારે ભારતે કાર્યવાહી કરી, જૈશ – એ – મોહમ્મદ વધુ હુમલાની ફિરાકમાં હતું. પાકિસ્તાને આજે નિશાન બનાવવાની કોશિશ કરી હતી. ભારતે પાકિસ્તાનનું એક ફાઈટર પ્લેન તોડી પાડ્યું હતું. ઓપરેશન દરમ્યાનથી આપણો એક પાયલટ લાપતા છે તેમ વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું.