Pak Army chief/ પાક વિદેશી ઋણ પર નિર્ભરતા ઘટાડી આત્મનિર્ભર બનેઃ પાક આર્મી ચીફ

પાકિસ્તાનના આર્મી ચીફ સૈયદ અસીમ મુનીરે કહ્યું કે દેશે વિદેશી લોન પર નિર્ભરતા ઘટાડવી જોઈએ. દેશને આત્મનિર્ભર બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકતા તેમણે કહ્યું કે પાકિસ્તાન એક ગૌરવપૂર્ણ, ઉત્સાહી અને પ્રતિભાશાળી રાષ્ટ્ર છે. તમામ દેશવાસીઓએ ભીખ માંગવાની વાટકી ફેંકી દેવી જોઈએ.

Top Stories World
Pak Army chief પાક વિદેશી ઋણ પર નિર્ભરતા ઘટાડી આત્મનિર્ભર બનેઃ પાક આર્મી ચીફ

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના આર્મી ચીફ Pak Army chief સૈયદ અસીમ મુનીરે કહ્યું કે દેશે વિદેશી લોન પર નિર્ભરતા ઘટાડવી જોઈએ. દેશને આત્મનિર્ભર બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકતા તેમણે કહ્યું કે પાકિસ્તાન એક ગૌરવપૂર્ણ, ઉત્સાહી અને પ્રતિભાશાળી રાષ્ટ્ર છે. તમામ દેશવાસીઓએ ભીખ માંગવાની વાટકી ફેંકી દેવી જોઈએ. ન્યૂઝ એજન્સી ANIએ જિયો ન્યૂઝને ટાંકીને આ જાણકારી આપી છે.

સુરક્ષા અને અર્થવ્યવસ્થા એકબીજા સાથે જોડાયેલા 
સોમવારે ખાનવાલ મોડલ એગ્રીકલ્ચર ફાર્મના ઉદ્ઘાટન સમારોહને Pak Army chief સંબોધતા આર્મી ચીફે કહ્યું કે પાકિસ્તાન પાસે તમામ મૂળભૂત સુવિધાઓ છે. આ દરમિયાન તેમણે કહ્યું કે સુરક્ષા અને અર્થવ્યવસ્થા એકબીજા સાથે જોડાયેલા છે. તેમણે વધુમાં કહ્યું કે જ્યાં સુધી પાકિસ્તાન વર્તમાન સંકટમાંથી બહાર નહીં આવે ત્યાં સુધી સેના આરામ કરશે નહીં.

પાકિસ્તાનને ચીન પાસેથી મદદ મળવાની આશા
જાણીતું છે કે આર્થિક સંકટનો સામનો કરી રહેલા Pak Army chief પાકિસ્તાનને હાલમાં જ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) તરફથી રાહત મળી છે. પાકિસ્તાનને ચીન પાસેથી બીજી લોન મળવાની આશા છે. વડા પ્રધાન શેહબાઝ શરીફે તાજેતરમાં જણાવ્યું હતું કે IMF સોદાના આધારે દેશના વિદેશી હૂંડિયામણના ભંડારને વધારવામાં મદદ કરવા માટે પાકિસ્તાનને સાથી ચીન પાસેથી વધારાની USD 600 મિલિયનની લોન મળી છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનનું અર્થતંત્ર હાલમાં ખાડે Pak Army chief ગયું છે અને તેણે રીતસરની તેની બધી એસેટ્સ ગીરવે મૂકવી પડી રહી છે. પાકિસ્તાની રૂપિયો એક ડોલર સામે 300 રૂપિયાને સ્પર્શવાની તૈયારીમાં છે. વર્લ્ડ બેન્ક માંડ-માંડ લોન આપી રહ્યુ છે. દેશમાં મોંઘવારી માઝા મૂકી રહી છે. લોકો ત્રાહિમાન થઈ રહ્યા છે. પાકિસ્તાનમાં જીવનજરૂરી ચીજવસ્તુઓ દિનપ્રતિદિન મોંઘી થઈ રહી છે. ફુગાવો માઝા મૂકી રહ્યો છે. સામાન્ય જનતા મોંઘવારીના ખપ્પરમાં પીસાઈ રહી છે. વિશ્વસ્તરે પાકિસ્તાન હાંસીપાત્ર બન્યું છે. તેના કોઈપણ દેશ જોડે સારા સંબંધ નથી. હાલમાં તો પાકિસ્તાન સાઉદી અરેબિયા અને ચીનની ખેરાત તથા સખાવત પર દહાડા કાઢી રહ્યું છે. આટલું ઓછું હોય તેમ રશિયાએ અનાજની ડીલ રદ કરતાં આગામી સમયમાં પાકિસ્તાને ભૂખમરો વેઠવો પડે તેવી સ્થિતિ છે.

 

આ પણ વાંચોઃ India-John Kerry/ અમેરિકન પ્રેસિડેન્ટ બિડેનના ખાસ દૂત જહોન કેરી આજથી પાંચ દિવસના ભારતના પ્રવાસે

આ પણ વાંચોઃ Delhi Rain/ દિલ્હીમાં આજથી હવામાન ફરી પલટાશે, ત્રણ દિવસ સારા વરસાદની શક્યતા; એલર્ટ જારી

આ પણ વાંચોઃ Monsoon Session/ મણિપુર હિંસા મામલે ભાજપ સરકારે બનાવી આ રણનીતિ,રાજનાથ સિંહે વિપક્ષના નેતા સાથે ફોન પર વાતચીત કરી

આ પણ વાંચોઃ Monsoon Session/ મણિપુર હિંસા મામલે ભાજપ સરકારે બનાવી આ રણનીતિ,રાજનાથ સિંહે વિપક્ષના નેતા સાથે ફોન પર વાતચીત કરી

આ પણ વાંચોઃ બદલી/ ગુજરાતમાં 14 મામલતદારોની સામૂહિક બદલીના આદેશ