Not Set/ પાકિસ્તાની સેનાએ બલૂચિસ્તાનમાં 20 વિદ્રોહીને કર્યા ઠાર

આર્મી કેમ્પ પર હુમલો કરનાર બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA)ના 20 વિદ્રોહીઓને મારી નાખ્યા છે. તેણે આ ઓપરેશનને ઓપરેશન ક્લીન અપ નામ આપ્યું હતું.

Top Stories World
pakistan પાકિસ્તાની સેનાએ બલૂચિસ્તાનમાં 20 વિદ્રોહીને કર્યા ઠાર

બલૂચિસ્તાનમાં પાકિસ્તાન સેના પર વધી રહેલા હુમલાઓ વચ્ચે પાકિસ્તાન સેનાએ BLA વિદ્રોહીઓને મારી નાંખ્યા છે, પાકિસ્તાની સેનાએ દાવો કર્યો છે કે તેઓએ પાકિસ્તાન આર્મી કેમ્પ પર હુમલો કરનાર બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA)ના 20 વિદ્રોહીઓને મારી નાખ્યા છે. તેણે આ ઓપરેશનને ઓપરેશન ક્લીન અપ નામ આપ્યું હતું. જો કે આમાં પાકિસ્તાની સેનાના 9 જવાનો પણ માર્યા ગયા છે.

પાક સેનાના જણાવ્યા અનુસાર, નૌશ્કી પ્રાંતમાં થયેલા એન્કાઉન્ટરમાં 9 બળવાખોરો માર્યા ગયા હતા. અહીં એક અધિકારી સહિત પાક સેનાના ચાર જવાનો પણ માર્યા ગયા હતા. એન્કાઉન્ટર દરમિયાન પાક સેનાએ બળવાખોરોને ખદેડી દીધા હતા. આ બળવાખોરો પંજગુરમાં જઈને છુપાઈ ગયા હતા જેઓ બીજા દિવસે પાક સેના દ્વારા માર્યા ગયા. આ સિવાય શુક્રવારે બલગાતર વિસ્તારમાં લશ્કરી કેમ્પ પર હુમલા સાથે જોડાયેલા અન્ય ત્રણ બળવાખોરો માર્યા ગયા હતા.ઉલ્લેખનીય છે  કે બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ કેમ્પમાં થયેલા હુમલાની જવાબદારી લીધી હતી. પાકિસ્તાની સેનાએ દાવો કર્યો છે કે વિદ્રોહીઓને આત્મસમર્પણ કરવાની તક આપવામાં આવી હતી, પરંતુ તેઓએ તેનો ઇનકાર કર્યો હતો.

આ પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ગુરુવારે ટ્વીટ કરીને પાકિસ્તાની સેનાને અભિનંદન પાઠવ્યા હતા. તેણે કહ્યું હતું કે પાકિસ્તાની સેનાએ હુમલાને નિષ્ફળ બનાવ્યા હતા. ઈમરાને ટ્વીટ કરીને કહ્યું હતું કે, ‘અમે અમારા બહાદુર સુરક્ષા દળોને સલામ કરીએ છીએ, જેમણે બલૂચિસ્તાનના પંજગુર અને નૌશ્કીમાં હુમલાને નિષ્ફળ બનાવ્યો