Video/ પાકિસ્તાની કોમેડિયને શશિ થરૂરની અંગ્રેજી પર બનાવ્યો ફની વિડીયો, કોંગ્રેસ નેતાએ કહ્યું કંઇક આવું…

35 સેકન્ડનો આ વીડિયો લોકોને પસંદ આવી રહ્યો છે અને તે થોડા કલાકોમાં વાયરલ થઈ ગયો છે

World
A 407 પાકિસ્તાની કોમેડિયને શશિ થરૂરની અંગ્રેજી પર બનાવ્યો ફની વિડીયો, કોંગ્રેસ નેતાએ કહ્યું કંઇક આવું...

કોંગ્રેસના નેતા શશિ થરૂર તેમની અંગ્રેજી વિશે ઘણીવાર ચર્ચામાં રહે છે. ઘણી વાર, થરૂર આવા મુશ્કેલ શબ્દોનો ઉપયોગ કરે છે કે, લોકો તેનો અર્થ શોધવા માટે શબ્દકોશ તરફ વળવું પડે છે. પાકિસ્તાનના સ્ટેન્ડ-અપ કોમેડિયન અકબર ચૌધરીએ સોશિયલ મીડિયા પર ‘થરૂરની જેમ અંગ્રેજી કેવી રીતે બોલાવું’ એ અંગે એક ખૂબ જ ફની વીડિયો પોસ્ટ કર્યો છે. અકબરનો આ વીડિયો શશિ થરૂરને પણ ખૂબ ગમ્યો. વીડિયોને રિટ્વીટ કરતા તેમણે લખ્યું કે, “ઇમરાન ખાન પર આગામી વિડીયો બનાવો.

આપને જણાવી દઈએ કે, “35 સેકન્ડનો આ વીડિયો લોકોને પસંદ આવી રહ્યો છે અને તે થોડા કલાકોમાં વાયરલ થઈ ગયો છે. અકબરનો આ વીડિયો અત્યાર સુધીમાં લગભગ 2 લાખ 40 હજાર વખત જોવામાં આવી ચુક્યો છે.

શું ખાસ છે આ વીડિયોમાં

આ વીડિયોમાં અકબર ત્રણ સ્ટેપમાં શશિ થરૂરની જેમ અંગ્રેજી કેવી રીતે બોલી શકાયછે તે જણાવી રહ્યો છે. પ્રથમ સ્ટેપમાં, તે ઓક્સફર્ડ ડિક્શનરીને મિક્સિમાં મૂકે છે અને તેનો રસ બનાવ્યા પછી તે પીતા જોવા મળે છે. તે પછી, બીજા સ્ટેપમાં, અકબરને ડ્રિપ તરીકે ડિક્શનરી ચડાવતા જોવા મળે છે. જે પછી અકબર થરૂરની જેમ અંગ્રેજી બોલવાનું શરૂ કરે છે. જોકે, મજાની વાત એ છે કે આ દરમિયાન તે થરૂરના સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ભાષણ સાથે લીપ-સિંક કરી રહ્યો છે. તિરુવનંતપુરમના સાંસદ શશિ થરૂરને પણ આ વીડિયો ગમ્યો છે અને તેમણે અકબરને પાકિસ્તાનનાં વડા પ્રધાન ઇમરાન ખાન પર આગળનો વીડિયો બનાવવાનું કહ્યું છે.

નોંધપાત્ર વાત એ છે કે, થરૂરે તાજેતરમાં જ પાકિસ્તાનની સેન્ટ્રલ સુપિરિયર સર્વિસ પરીક્ષાના પ્રશ્નપત્રમાં ભૂલ કરી હતી. આ પ્રશ્નપત્ર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યું હતું. શેર કરનાર વ્યક્તિએ થરૂરને ટેગ કર્યાં છે, “આ વર્ષની આ પર્ચી શશિ થરૂર જ બનાવી શકે છે. તેમણે પત્રિકામાં વપરાતા મુશ્કેલ અંગ્રેજી શબ્દો જોઈને આ કહ્યું હતું.” આ પોસ્ટનો જવાબ આપતા થરૂરે લખ્યું કે, “bericloge શબ્દ મેં પોતે ક્યારે નથી સાંભળ્યો, ક્યાંક તમે bricolage તો લખવા નથી માંગતાને.”