Jammu Kashmir/ પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત, મોડી રાત્રે ભારતીય સીમામાં ઘૂસ્યું ડ્રોન

સરહદ પારથી પાકિસ્તાનની નાપાક હરકતો અટકવાનું નામ નથી લઈ રહી. આતંકવાદી ઘૂસણખોરી બાદ હવે પાકિસ્તાન હવાઈ માર્ગે ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

Top Stories India
a 263 પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત, મોડી રાત્રે ભારતીય સીમામાં ઘૂસ્યું ડ્રોન

સરહદ પારથી પાકિસ્તાનની નાપાક હરકતો અટકવાનું નામ નથી લઈ રહી. આતંકવાદી ઘૂસણખોરી બાદ હવે પાકિસ્તાન હવાઈ માર્ગે ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) એ જણાવ્યું કે શનિવારે રાત્રે પાકિસ્તાન તરફથી એક માનવરહિત ડ્રોન આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતીય સીમામાં પ્રવેશ્યું. આ ઘટના જમ્મુ-કાશ્મીરના આરએસ પુરા સેક્ટરના અરનીયા વિસ્તારની હોવાનું જાણવા મળે છે.

આ પણ વાંચો: CM યોગીના હૈદરાબાદ પ્રવાસને લઈ ઓવૌસીએ કર્યા પ્રહારો, કહ્યું -હું ન તો ચા વાળાથી ડરું છું, ન તો…

પરંતુ સરહદ પર ભેગા થયેલા બીએસએફ જવાનોએ પાકિસ્તાનના આ કાવતરાને નિષ્ફળ બનાવ્યું હતું. ડ્રોન દેખાતાની સાથે જ બીએસએફ ફાયરિંગ શરૂ કરી દીધી હતી. જે બાદ આ ડ્રોન ફરી પાકિસ્તાનની સીમમાં પ્રવેશ્યું.

આપને જણાવી દઈએ કે, આ વર્ષે પાકિસ્તાન તરફથી સીમા પારની પ્રવૃત્તિઓ તીવ્ર બની છે. 2020 ના જૂન મહિના સુધી વાત કરવામાં આવે તો, યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા ગોળીબારને કારણે કુલ 15 ભારતીય નાગરિકો મૃત્યુ પામ્યા હતા.

આ પણ વાંચો:દિલ્હી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, 50 ટકા સરકારી કર્મચારીઓને ઘરેથી જ કામ કરવાનું રહેશે

આ સિવાય અમારા 8 જવાનો પણ શહીદ થયા હતા. જેમાં સોથી વધુ લોકો ઘાયલ છે. જેમાંથી અડધાથી વધુ સૈનિકો છે. આ સિવાય છેલ્લા બે વર્ષમાં, પાકિસ્તાની સેના દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને ગોળીબાર કરવાને કારણે ભારતીય સેનાના 56 જવાનો શહીદ થયા છે. તે જ સમયે 63 સામાન્ય નાગરિકો મૃત્યુ પામ્યા હતા. જ્યારે છેલ્લા બે વર્ષોમાં, આગ બંધના ભંગને કારણે કુલ 608 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 300 ભારતીય સૈન્યના કર્મચારી છે.

આ પણ વાંચો:ભાજપનાં ચાણક્ય ગૃહમંત્રી અમીત શાહ પહોંચ્યા હૈદરાબાદ, ભાગ્યનગર મંદિરે માથું ટેકવી રોડ શોનો પ્રારંભ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…