Not Set/ પાકિસ્તાની ડ્રોન/ ફરી દેખા દીધા પંજાબના ફિરોઝપુર જિલ્લાનાં હજારાસિંહવાલામાં

પાકિસ્તાન દ્વારા ભારતમાં અવેધ માલસામાન અને હથિયાર, તેમજ સૌથી વધુ નશીલા પદાર્થોને સીમા પારથી ભારતમાં ઘૂસાળવા માટે હાલનાં સમયમાં ડ્રોનની મદદ લવામાં આવી રહી છે. કાશ્મીરની સરહદો શીલ થઇ જતા હથિયારો અને ડ્રગ્સ ભારતમાં ઘૂસાડવામાં અનેક મુશકેલીનો સામનો કરી રહેલા પાકિસ્તાને આ મામલે ડ્રોન વિમાનનો ઉપયોગ શરૂ કર્યો છે. જો કે, પાકિસ્તાન તરફથી આતંકી હુમલાનાં […]

Top Stories India
પાકિસ્તાની ડ્રોન/ ફરી દેખા દીધા પંજાબના ફિરોઝપુર જિલ્લાનાં હજારાસિંહવાલામાં

પાકિસ્તાન દ્વારા ભારતમાં અવેધ માલસામાન અને હથિયાર, તેમજ સૌથી વધુ નશીલા પદાર્થોને સીમા પારથી ભારતમાં ઘૂસાળવા માટે હાલનાં સમયમાં ડ્રોનની મદદ લવામાં આવી રહી છે. કાશ્મીરની સરહદો શીલ થઇ જતા હથિયારો અને ડ્રગ્સ ભારતમાં ઘૂસાડવામાં અનેક મુશકેલીનો સામનો કરી રહેલા પાકિસ્તાને આ મામલે ડ્રોન વિમાનનો ઉપયોગ શરૂ કર્યો છે. જો કે, પાકિસ્તાન તરફથી આતંકી હુમલાનાં ખતરાને કારણે ભારતીય સેના સીમા પર બાઝ નજર રાખી રહી છે ત્યારે પાકિસ્તાનન કોઇ પણ હકરત પડકાઇ જઇ રહી છે.

આજે ફરી બીએસએફના સૂત્રો જણાવવામાં આવ્યું છે કે, ગત 14 ઓક્ટોબરના રોજ પાકિસ્તાનની બાજુથી એક ડ્રોન પંજાબના ફિરોઝપુર જિલ્લાના હજારાસિંહ વાલામાં જોવા મળી આવ્યું હતું. સેના દ્વારા તુરંતમાં જ આ મામલે તપાસો શરૂ કરી દેવામાં આવી હતી અને સમગ્ર વિસ્તાનને કોર્ડન કરી સધન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.