Not Set/ કાશ્મીર/ અટકાયત અંગે અહેવાલ આપવા સરકારની અનિચ્છા અંગે SCએ સવાલ ઉઠાવ્યા

સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાં અટકાયત અંગેના ઓર્ડર આપવાનાં અહેવાલો કોર્ટને આપવાની સરકારની અનિચ્છા પર સવાલ ઉઠાવ્યા છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જાણ કરી હતી કે તેઓ જલ્દી અટકાયતના આદેશો રજૂ કરશે. જવાબ બદલાવમાં લેશે કારણ કે, આપણે બદલાયેલા સંજોગોને ધ્યાનમાં લઈ રહ્યા છીએ, તેમણે એમ પણ કહ્યું હતું કે મોબાઇલ કનેક્ટિવિટીના સંજોગોમાં પરિવર્તન આવી રહ્યું […]

India
kashmir detaintion કાશ્મીર/ અટકાયત અંગે અહેવાલ આપવા સરકારની અનિચ્છા અંગે SCએ સવાલ ઉઠાવ્યા

સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાં અટકાયત અંગેના ઓર્ડર આપવાનાં અહેવાલો કોર્ટને આપવાની સરકારની અનિચ્છા પર સવાલ ઉઠાવ્યા છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જાણ કરી હતી કે તેઓ જલ્દી અટકાયતના આદેશો રજૂ કરશે. જવાબ બદલાવમાં લેશે કારણ કે, આપણે બદલાયેલા સંજોગોને ધ્યાનમાં લઈ રહ્યા છીએ, તેમણે એમ પણ કહ્યું હતું કે મોબાઇલ કનેક્ટિવિટીના સંજોગોમાં પરિવર્તન આવી રહ્યું છે  અને તેથી તેમને એફિડેવિટને અપડેટ કરવા માટે સમયની જરૂર છે.

 

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સરકારના વહીવટી નિર્ણય અંગે કોઈ અપીલ કરી શકે નહીં. આ રાષ્ટ્રીય હિતમાં લેવામાં આવ્યું હતું, સ્પષ્ટ રીતે અરજદારોના હિતમાં નહીં. વરિષ્ઠ સલાહકાર દુષ્યંત દવેએ કહ્યું હતું કે, “અમે અપીલમાં બેઠા નથી. વહીવટી નિર્ણય માટે તમારી સામગ્રી સંપૂર્ણપણે અપૂરતી છે, તે કોર્ટને કહેવા માટે અમે હકદાર છીએ. જમ્મુ-કાશ્મીરમાં 99 ટકા પ્રતિબંધો છે.

kashmir internet કાશ્મીર/ અટકાયત અંગે અહેવાલ આપવા સરકારની અનિચ્છા અંગે SCએ સવાલ ઉઠાવ્યા

વરિષ્ઠ સલાહકાર દુષ્યંત દવેએ બાદ કોર્ટે સરકારને પ્રતિબંધ, શટડાઉન અને જમ્મુ-કાશ્મીરમાં અટકાયત સંબંધિત તમામ આદેશોને રેકોર્ડ પર મૂકવા જણાવ્યું હતું. આ કેસની સુનાવણી આગામી 25 ઓક્ટોબરે થશે. કલમ 370 ના રદ થયા પછી જમ્મુ-કાશ્મીરમાં કથિત અટકાયતને પડકારતી અરજી પર કોર્ટ સુનાવણી કરી રહી છે. કોર્ટે આ અંગે સરકાર પાસે રિપોર્ટ માંગ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.