Death Penalty/ લાલ કિલ્લા પર હુમલો કરનાર પાકિસ્તાની આતંકવાદીને ફાંસી અપાશે

રાષ્ટ્રપતિએ દયા અરજી ફગાવી

Top Stories India
Beginners guide to 57 લાલ કિલ્લા પર હુમલો કરનાર પાકિસ્તાની આતંકવાદીને ફાંસી અપાશે

New Delhi News : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 24 વર્ષ જૂના લાલ કિલ્લા હુમલાના કેસમાં દોષિત પાકિસ્તાની આતંકવાદી મોહમ્મદ આરિફ ઉર્ફે અશફાકની દયા અરજી ફગાવી દીધી છે. અધિકારીઓએ બુધવારે આ જાણકારી આપી. 25 જુલાઈ, 2022 ના રોજ પદ સંભાળ્યા પછી રાષ્ટ્રપતિ દ્વારા નકારી કાઢવામાં આવેલી આ બીજી દયા અરજી છે.

3 નવેમ્બર 2022ના રોજ આરિફની રિવ્યુ પિટિશનને ફગાવી દીધી હતી અને તેને આ કેસમાં આપવામાં આવેલી ફાંસીની સજા યથાવત રાખી હતી. જો કે, નિષ્ણાતો માને છે કે મૃત્યુદંડના ગુનેગાર બંધારણની કલમ 32 હેઠળ લાંબા વિલંબના આધારે તેની સજામાં ફેરફાર માટે હજુ પણ ટોચની અદાલતનો સંપર્ક કરી શકે છે29 મેના રાષ્ટ્રપતિ સચિવાલયના આદેશને ટાંકીને અરજી પણ ફગાવી દીધી હતી, અધિકારીઓએ જણાવ્યું હતું કે આરિફની દયાની અરજી 15 મેના રોજ મળી હતી, જે 27 મેના રોજ ફગાવી દેવામાં આવી હતી. ફાંસીની સજાને યથાવત રાખતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આરિફની તરફેણમાં એવા કોઈ પુરાવા નથી કે જેનાથી તેના ગુનાની ગંભીરતા ઓછી થાય. સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે લાલ કિલ્લા પરનો હુમલો દેશની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વ માટે સીધો ખતરો છે.

આ હુમલામાં ઘૂસણખોરોએ 22 ડિસેમ્બર 2000ના રોજ લાલ કિલ્લાના સંકુલમાં તૈનાત 7 રાજપૂતાના રાઈફલ્સના એક યુનિટ પર ગોળીબાર કર્યો હતો, જેના પરિણામે સેનાના ત્રણ જવાનો શહીદ થયા હતા. આરીફ, પાકિસ્તાની નાગરિક અને પ્રતિબંધિત લશ્કર-એ-તૈયબા (LeT) ના સભ્ય, હુમલાના ચાર દિવસ પછી દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. સુપ્રીમ કોર્ટના 2022ના આદેશમાં કહેવામાં આવ્યું હતું કે, ‘અપીલ કરનાર આરોપી મોહમ્મદ આરિફ ઉર્ફે અશફાક પાકિસ્તાની નાગરિક હતો અને તેણે ગેરકાયદેસર રીતે ભારતીય વિસ્તારમાં પ્રવેશ કર્યો હતો.’ આરિફને અન્ય આતંકવાદીઓ સાથે મળીને હુમલાનું કાવતરું ઘડવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો અને તેને ઓક્ટોબર 2005માં ગૌણ અદાલતે મૃત્યુદંડની સજા ફટકારી હતી. દિલ્હી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે ત્યારપછીની અપીલોમાં આ નિર્ણયને યથાવત રાખ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો :કાશ્મીર/જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આતંકવાદીઓએ ફરી ટાર્ગેટ કિલિંગને અંજામ આપ્યો,પંજાબના વ્યક્તિનું મોત

આ પણ વાંચો :જાહેરાત/ઝારખંડના મુખ્યમંત્રી ચંપઇ સોરેને કરી આ મોટી જાહેરાત, પ્રજા માટે કર્યું આ કામ

આ પણ વાંચો :survey/લોકસભા ચૂંટણી સર્વમાં ચોંકાવનારા આંકડા, મહારાષ્ટ્ર અને બંગાળમાં જાણો કઇ પાર્ટી બાજી મારશે