Not Set/ પાકિસ્તાનના વડાપ્રધાનને કોરોના ઈમરાન ખાન કોરોના પોઝિટિવ, હોમ ક્વોરેન્ટાઈન થયા,પ્રજામાં ફફડાટ

પાકિસ્તાનમાં કોરોના દિનપ્રતિદિન વધી રહ્યો છે અને પ્રધાનમંત્રી ઇમરાન ખાન પણ કોરોનાની ઝપેટે ચડી ગયા છે.પાકિસ્તાનમાં પણ કોરોના સંક્રમણના કેસો ઝડપથી વધી રહ્યા છે.  પાકિસ્તાનમાં કોરોના નો ત્રીજો તબક્કો ચાલી રહ્યો હોવાનું નિવેદન

World
imrankhan પાકિસ્તાનના વડાપ્રધાનને કોરોના ઈમરાન ખાન કોરોના પોઝિટિવ, હોમ ક્વોરેન્ટાઈન થયા,પ્રજામાં ફફડાટ

પાકિસ્તાનમાં કોરોના દિનપ્રતિદિન વધી રહ્યો છે અને વડાપ્રધાન ઇમરાન ખાન પણ કોરોનાની ઝપેટે ચડી ગયા છે.પાકિસ્તાનમાં  કોરોના સંક્રમણના કેસો ઝડપથી વધી રહ્યા છે.  પાકિસ્તાનમાં કોરોનાનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો હોવાનું નિવેદન નજીક પાકિસ્તાનના આરોગ્યમંત્રીએ તાજેતરમાં જ આપ્યું હતું. તેની વચ્ચે પાકિસ્તાનમાં વડાપ્રધાન ઈમરાન ખાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓએ હજુ બે દિવસ પહેલા જ ચાઈનીઝ વેક્સિનનો ડોઝ લીધો હતો. હાલ તેઓ હોમ આઇસોલેશનમાં હોવાની માહિતી પાકિસ્તાન મીડિયા પાસેથી પ્રાપ્ત થઇ રહી છે.વેકસીન લીધા હોવા છતાં તેમને કોરોના થતા સમગ્ર પાકિસ્તાનની પ્રજામાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ કારણોસર, પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. તેની વચ્ચે બહોળા પ્રમાણમાં રસીકરણ પણ ચાલી રહ્યું છે.આ સમય દરમિયાન બજારો, શોપિંગ મોલ્સ, ઓફિસો અને રેસ્ટોરાં બંધ કરી દેવામાં આવ્યા છે અને માત્ર ખાદ્ય પદાર્થો, માંસ અને દૂધની દુકાન જ ખુલ્લી રહેશે.પંજાબના આરોગ્ય પ્રધાન યાસ્મિન રાશિદે જણાવ્યું હતું કે સાવચેતી રૂપે, ગુજરાત, સિયાલકોટ, હાફીઝાબાદમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.પાકિસ્તાનમાં બ્રિટનનો સ્ટ્રેન ધરાવતા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પાકિસ્તાનમાં એક દિવસમાં 3495 નવા કેસ નોંધાયા છે. 6 ડિસેમ્બર પછી નવા દર્દીઓની સંખ્યામા સૌથી વધારે  છે. પાકિસ્તાન સરકારનું માનવું છે કે દેશમાં હાલમાં કોરોના સંક્રમણ નો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે.

બ્રિટન સહિત કેટલાક અન્ય દેશોમાં, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવિશિલ્ડ રસીની માંગ પણ ઝડપથી વધી રહી છે. યુકેમાં સાપ્તાહિક સપ્લાય અપૂરતી હોવાને લઈને ચિંતામાં વધારો થયો છે, બ્રિટને 10 કરોડ રસી ડોઝની માંગ કરી હતી, પરંતુ હાલમાં સીરમ સંસ્થા 5 મિલિયન ડોઝ આપવા માટે સક્ષમ છે. બ્રિટિશ કમ્યુનિટિ સેક્રેટરી રોબર્ટ ગેનરિચે કહ્યું હતું કે ઉત્પાદકોને થોડા દિવસોથી  સપ્લાય પૂરી કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. યુરોપિયન યુનિયન (ઇયુ) એ રસી પુરવઠાના અભાવ અંગે એસ્ટ્રાઝેનેકાને એક પત્ર લખ્યો છે.