માંગરોળ/ પાકિસ્તાનની નાપાક હરકત, 5 બોટ સાથે 30 માછીમારોનું અપહરણ

અપહરણ થયેલ બોટોમાં 2 બોટ માંગરોળની અને પોરબંદર, ઓખા અને વણાંકબારાની એક- એક બોટનો સમાવેશ થાય છે.

Top Stories Gujarat
Untitled 69 1 પાકિસ્તાનની નાપાક હરકત, 5 બોટ સાથે 30 માછીમારોનું અપહરણ

પાકિસ્તાન તેની નાપાક હરકતોથી બાજ નથી આવી રહ્યું. અવારનવાર ભારતીયજળ સીમમાં માછી મારી કરતાં માછીમારો અને તેમની બોટનું  અપહરણ કરી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં પાકિસ્તાનની આવી નાપાક હરકતોમાં વધારો જોવા મળ્યો છે. હવે પાકિસ્તાન મરીન દ્વારા માંગરોળની 2 બોટો સહિત 5 બોટોનું અપહરણ કરવામાં આવ્યું છે. તો આશરે 30 માછીમારોનું પાક મરીન એજન્સી દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે.

  • અત્યાર સુધી 1200થી વધુ બોટોનુ અપહરણ
  • અત્યાર સુધી 600થી વધુ લોકોનો અપહપણ
  • છેલ્લા 25 દિવસમાં 20 બોટ અપહરણ
  • છેલ્લા 25 દિવસમાં 120 માછીમારોનું અપહરણ

પ્રાપ્ત વિગતો અનુસાર પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય જળ સીમામાં  માછીમારી કરી રહેલી ફિશિંગ બોટનો પીછો કરવામાં આવ્યો હતો.  પાકિસ્તાન મરીન સિક્યોરિટીનું પેટ્રોલિંગ જહાજ દેખાતા માછીમારો ફિશિંગ પડતું મૂકીને ભાગ્યા હતા. જો કે માછીમારોએ ભાગતા-ભાગતા સમગ્ર ઘટના પોતાના મોબાઈલમાં કેદ કરી હતી. પાક મરીન સિકયુરીટીની પેટ્રોલિંગ જહાજ ત્યાં ધસી આવ્યું હતું. અને  મશીનગનના નાળચે 5 બોટો અને તેમાં રહેલ 30 માછીમારોના અપહરણ કર્યા હતા.

અપહરણ થયેલ બોટોમાં 2 બોટ માંગરોળની અને પોરબંદર, ઓખા અને વણાંકબારાની એક- એક બોટનો સમાવેશ થાય છે. આ બોટો હજુ કરાંચી પહોંચી ન હોવાથી તેના નામ જાણી શકાયા નથી. અપહરણ થયેલ ખલાસીઓમાં મોટા ભાગના ઉના, ગીર સોમનાથ અને વલસાડ પંથકના હોવાનું જાણવા મળે છે.

પાક મરીન સિકયુરીટી દ્વારા ઓપરેશન મુસ્તૈદ શરૂ કર્યા બાદ છેલ્લા 25 દિવસમાં સૌરાષ્ટ્રની 20 બોટ અને 120 માછીમારોના અપહરણ થયા છે અને હાલમાં રાજ્યની અબજો રૂપિયાની કિંમતની 1200થી વધુ બોટો અને 600થી વધુ માછીમારો પાકિસ્તાનની કેદમાં છે.

Election Effect / સુરતના કાપડ બજાર પર વિધાનસભાની ચૂંટણીની અસર, કારીગરો પોતાના વતન પહોંચ્યાં

Ukraine Crisis / ભારતીય વિદ્યાર્થીઓને તાત્કાલિક યુક્રેન છોડવા સૂચન, રશિયા-યુક્રેન તણાવ ચરમસીમાએ

Gujarat / તાલાલા શુગર મિલ શું ફરી શરૂ થશે ? શેરડીનું વાવેતર કરતા ખેડૂતો અસમ્ંજસમાં