નાપાક મનસૂૂબા/ પાકિસ્તાનની નાપાક હરકત, એલઓસી પર આંતકવાદીઓની ભારે સંખ્યામાં કર્યા ભેગા

પાકિસ્તાનમાં ચાલી રહેલી આંતરિક ઉથલપાથલ છતાં, પાકિસ્તાની સેના ભારત સાથેની નિયંત્રણ રેખા (એલઓસી) પર અનેક લોન્ચપેડ પર આતંકવાદીઓની મોટી સંખ્યામાં જોવા મળ્યા છે

Top Stories World
15 2 પાકિસ્તાનની નાપાક હરકત, એલઓસી પર આંતકવાદીઓની ભારે સંખ્યામાં કર્યા ભેગા

પાકિસ્તાનમાં ચાલી રહેલી આંતરિક ઉથલપાથલ છતાં, પાકિસ્તાની સેના ભારત સાથેની નિયંત્રણ રેખા (એલઓસી) પર અનેક લોન્ચપેડ પર આતંકવાદીઓની મોટી સંખ્યામાં જોવા મળ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ‘એવું લાગે છે કે વર્તમાન પરિસ્થિતિમાંથી પણ પાકિસ્તાન સેનાએ તેનો પાઠ નથી શીખ્યો.પાકિસ્તાનમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલની ત્યાં આતંકવાદને પ્રાયોજિત સેના પર કોઈ અસર થઈ નથી. એજન્સીઓને માહિતી મળી રહી છે કે મોટી સંખ્યામાં આતંકવાદીઓને કેમ્પોથી એલઓસી પર સ્થિત લોન્ચપેડ પર લાવવામાં આવ્યા છે અને તેઓ ભારતીય વિસ્તારમાં મોકલવાની રાહ જોઈ રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર નીલમ વેલી, લીપા વેલી અને જેલમ ખીણમાં આવેલા લોન્ચપેડ પર 10 થી 20 આતંકીઓ ભારત મોકલવાની રાહ જોઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની સેનાની નાપાક યોજનાઓ છતાં ભારતીય સુરક્ષા દળો તેમની ગતિવિધિઓ અને તેમના દ્વારા પ્રાયોજિત આતંકવાદી જૂથો પર ચાંપતી નજર રાખી રહ્યા છે.

સૂત્રોએ જણાવ્યું કે પાકિસ્તાની સેના અને ત્યાંની સરકાર આતંકવાદી જૂથોને સક્રિય કરીને 20 થી 23 મે દરમિયાન કાશ્મીર ઘાટીમાં યોજાનારી જી-20 બેઠકમાં વિક્ષેપ પાડવાનું ષડયંત્ર રચી રહી છે.