Politics/ મેનકા ગાંધીનો કથિત ઓડિયો વાયરલ, પોલીસને આપ્યો એવો આદેશ જાણીને ચોંકી જશો

ઉત્તર પ્રદેશનાં સીતાપુરમાં એક યુવકને કૂતરાને લાકડી વડે માર્યો હતો.

Top Stories India
2 219 મેનકા ગાંધીનો કથિત ઓડિયો વાયરલ, પોલીસને આપ્યો એવો આદેશ જાણીને ચોંકી જશો

ઉત્તર પ્રદેશનાં સીતાપુરમાં એક યુવકને કૂતરાને લાકડી વડે માર્યો હતો. જેના સમાચાર ભાજપનાં સાંસદ મેનકા ગાંધીને થતા તેમણે આ યુવક પર કાર્યવાહી માટે પોલીસ ઇન્સ્પેક્ટર સાથે વાતચીત કરી. દરમ્યાન સાંસદે કહ્યું હતું કે, કૂતરાને મારનાર યુવકને જેલમાં મોકલો અને પહેલા મારી તરફથી તેને ખૂબ ઢોર માર માર્યો અને બે થપ્પડ મારો.

નહી સુધરે / શું જુઠ્ઠુ બોલી રહ્યુ છે ઉ.કોરિયા? WHO ને કહ્યુ- અમારા દેશમાં નથી કોરોનાનો એક પણ કેસ

સાંસદે ઈન્સ્પેક્ટરને કહ્યું કે, કૂતરાની સારવારમાં જે પણ નાણાં ખર્ચવામાં આવ્યા છે તે આરોપી યુવક પાસેથી લઈ લો. સીતાપુરની એનિમલ સર્વિસીસ કમિટીનાં અધ્યક્ષ અને ઇન્સ્પેક્ટર વિજય શેઠ વચ્ચે થયેલી વાતચીતનો આ ઓડિયો ક્લિપ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. પશુ સેવા સમિતિની ફરિયાદનાં આધારે પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી દીધી છે. જણાવી દઇએ કે, ઘટના શહેરનાં કોતવાલી વિસ્તારનાં ગ્વાલ મંડી વિસ્તારની છે. અહીં 18 જૂને ઘરની બહાર કૂદતા મારતા એક કૂતરાને અહી રહેતા રમેશ વર્માએ લાકડીનાં ડંડા વડે ખૂબ માર્યો હતો. આ કૂતરાને મારવાાની ઘટના અહી લાગેલા એક સીસીટીવીમાં કૈદ થઇ ગઇ હતી. જે જોત જોતામાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગઇ હતી. જ્યારે સીતાપુરની એનિમલ સર્વિસીસ કમિટીનાં પ્રમુખ વિજય શેઠને કૂતરાને માર્યો હોવાની માહિતી મળી ત્યારે તેણે કૂતરાને સારવાર માટે જિલ્લા વેટરનરી હોસ્પિટલમાં દાખલ કર્યો, જ્યાં તબીબોએ તેના તૂટેલા પગ અંગે માહિતી આપી અને તેની સારવાર શરૂ કરી. જ્યારે આ બાબત એનિમલ સર્વિસીસ કમિટી દ્વારા સુલતાનપુર ભાજપનાં સાંસદ મેનકા ગાંધી સુધી પહોંચી ત્યારે તેમણે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.

આ જ બાકી હતુ! / છત્તીસગઢમાંથી 800 કિલો ‘છાણ’ ચોરાયું, પોલીસે પણ ખંજવાળ્યુ માથુ

એનિમલ સર્વિસીસ કમિટીનાં અધ્યક્ષે રવિવારે મોડી સાંજે સોશિયલ મીડિયા પર સાંસદ મેનકા ગાંધી સાથેની વાતચીતનાં બે ઓડિયો બનાવેલા વાયરલ કરી દીધા હતા. પહેલા ઓડિયોમાં સાંસદ કોતવાલી જઇને કેસ નોંધવાની વાત કરી રહ્યા છે, જ્યારે બીજા ઓડિયોમાં ઇન્સ્પેક્ટર કોતવાલી તેજપ્રકાશ સિંહે આરોપી યુવક સામે ગુનો નોંધી તેની સામે કાર્યવાહીનાં આદેશ આપી રહ્યા છે. મામલો વેગ પકડતો જોઇને પોલીસે એનિમલ સર્વિસિસ કમિટીની ફરિયાદનાં આધારે આરોપી યુવક વિરુદ્ધ પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગંભીર કલમોમાં કેસ નોંધ્યો છે. ઇન્સ્પેક્ટરનું કહેવું છે કે, આ કેસમાં આરોપી યુવકની ધરપકડ કરવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે.

kalmukho str 10 મેનકા ગાંધીનો કથિત ઓડિયો વાયરલ, પોલીસને આપ્યો એવો આદેશ જાણીને ચોંકી જશો