Not Set/ પાલનપુરના વિદ્યાર્થીઓએ રિવર્સ વેન્ડીંગ નામનું બનાવ્યું મશીન, રોજગારી સાથે પ્રદુષણ પણ અટકશે

વેસ્ટ જતી બોટલો કચરો ન બને તે માટે વિદ્યાર્થીઓ દ્વારા આ મશીન બનાવવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓએ બનાવેલા આ મશીનમાં જે કોઈ બોટલ મુકશે તેને  પ્રોત્સાહન તરીકે મશીનમાંથી બોટલ મુકતાની સાથે 1 રૂપિયો મળે છે.

Top Stories Gujarat
પાલનપુર 2 પાલનપુરના વિદ્યાર્થીઓએ રિવર્સ વેન્ડીંગ નામનું બનાવ્યું મશીન, રોજગારી સાથે પ્રદુષણ પણ અટકશે

સરકાર દ્વારા સ્વચ્છતાને લઈને અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.  ત્યારે અભિયાનમાં બનાસકાંઠા જિલ્લામાં આવેલા પાલનપુરના બે વિદ્યાર્થીઓ પણ જોડાયા. આ વિદ્યાર્થીઓ દ્વારા  સ્વચ્છ ભારત અભિયાનમાં સહભાગી બનવા પ્લાસ્ટિકની વેસ્ટ બોટલો થકી થતું પ્રદૂષણ અટકે તે માટે મશીન બનાવવામાં આવ્યું છે.

પાલનપુર 1 પાલનપુરના વિદ્યાર્થીઓએ રિવર્સ વેન્ડીંગ નામનું બનાવ્યું મશીન, રોજગારી સાથે પ્રદુષણ પણ અટકશે

મશીન દ્વારા ગરીબોને પણ મળશે રોજગારી

કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત અભિયાનમાં મદદરૂપ બની શકે તે માટે પાલનપુરના એન્જિનિયરિંગ કોલેજના બે છાત્રોએ રિવર્સ વેન્ડીંગ નામનું મશીન બનાવ્યું છે. મહામારી સમયે મળેલી રજાઓનો સદ્ઉપયોગ કરી  સરકારની એસએસઆઈપી પોલિસીની મદદથી  ૬ માસના સમયગાળામાં  રૂ.૮૦ હજારના ખર્ચે મશીન તૈયાર કરવામાં આવ્યું છે. આ મશીન દ્વારા જાહેરમાં ખુલ્લેઆમ ફેંકાતી પ્લાસ્ટિકની બોટલોનો નાશ થઇ શકશે. તેમજ આ મશીન દ્વારા ગરીબ પરિવારને રોજી પણ મળી રહેશે.

પાલનપુર 2 1 પાલનપુરના વિદ્યાર્થીઓએ રિવર્સ વેન્ડીંગ નામનું બનાવ્યું મશીન, રોજગારી સાથે પ્રદુષણ પણ અટકશે

રોજબરોજ લોકો પીવાના પાણીની કે કોલ્ડ્રિંક્સની બોટલનો  એક વખત ઉપયોગ કર્યા બાદ તેને જાહેરમાં ખુલ્લેઆમ ફેકી દેતા હોય છે.અને તે બોટલ કચરા સ્વરૂપે પડી રહેતી હોય છે.જેનું લાંબા ગાળા સુધી કોઈ ઉપયોગ થતો નથી. ત્યારે આવી વેસ્ટ જતી બોટલો કચરો ન બને તે માટે વિદ્યાર્થીઓ દ્વારા આ મશીન બનાવવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓએ બનાવેલા આ મશીનમાં જે કોઈ બોટલ મુકશે તેને  પ્રોત્સાહન તરીકે મશીનમાંથી બોટલ મુકતાની સાથે 1 રૂપિયો મળે છે.

પાલનપુર 2 પાલનપુરના વિદ્યાર્થીઓએ રિવર્સ વેન્ડીંગ નામનું બનાવ્યું મશીન, રોજગારી સાથે પ્રદુષણ પણ અટકશે

કેટલાક સ્લમ પરિવારના લોકો બજારમાંથી  કચરો વીણવાનું કામ કરતાં હોય છે.  આવા લોકો કચરો વીણીને જતાં તેમને તેનો યોગ્ય ભાવ મળતો નથી. ત્યારે આવા લોકો જાહેરમાં પડેલી પ્લાસ્ટિકની બોટલો એકત્રિત કરી  આ મશીનમાં મુકશે તો તે લોકોને રોજગારી પણ મળશે. જેને લઇ આ મશીન ફક્ત સ્વચ્છ ભારત મિશન અભિયાનમાં સાર્થક બનવા જ નહીં પરંતુ ગરીબ પરિવારને રોજીરોટી મેળવવામાં પણ સહભાગી બને તેવું છે.