@ સચિન પીઠવા , સુરેન્દ્રનગર
ખારાઘોડા-ઓડુ રોડ પરથી અપહરણ કરાયેલી સગીરા સાથે 6 શખ્સો ઝડપાયા
સગીરાના મંગેતરની ફરીયાદના આધારે પાટડી પોલિસે 6 આરોપીઓને ઝબ્બે કરી કાર્યવાહી હાથ ધરી
પાટડી તાલુકાના નાવીયાણી ગામની સગીરાને પ્રેમ સંબંધને લઇને પંચાસરના આરોપીએ અન્ય પાંચ શખ્સો સાથે મળીને લગ્ન કરવાના ઇરાદે મોટરસાયકલ અને રીક્ષામાં આવી સગીરાનું અપહરણ કરીને લઇ ગયા બાદ આ તમામ શખ્સો સગીરા સાથે ખારાઘોડા-ઓડુ વચ્ચે આવેલા ખારીના પુલ પાસેથી ઝડપાઇ ગયા હતા. પાટડી પોલિસે આ સગીરાના મંગેતરની ફરીયાદના આધારે પાટડી પોલિસે 6 આરોપીઓને ઝબ્બે કરી કાર્યવાહી હાથ ધરી છે.
પાટડી તાલુકાના નાવીયાણી ગામના પ્રવિણભાઇ ગણપતભાઇ પરમાર જાતે અનુજાતી ઉંમર વર્ષ- 22 ની સગીરા મંગેતરને એની સાથે પ્રેમ સંબંધ હોઇ એની સાથે લગ્ન કરવાના ઇરાદે પંચાસર ગામના મૌલિકભાઇ ધુડાભાઇ ભટ્ટ પોતાના મિત્રો સાગરભાઇ ભીખાભાઇ પરમાર (એરવાડા) અને મહેશભાઇ બચુભાઇ નાયક (વણોદ) સહિત અજાણ્યા ત્રણ શખ્સો સાથે મળી મોટરસાયકલ અને રીક્શામાં આવી સગીરાના મંગેતર સહિતના પરિવારજનોને માર મારી ભુંડાબોલી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી સગીરાનું અપહરણ કરી નાસી છુટ્યા હતા. આ સગીરાના મંગેતર પ્રવિણભાઇ ગણપતભાઇ પરમાર (નાવીયાણી)ની ફરીયાદના પાટડી પોલિસે સગીરાને આરોપી મૌલિક ધુડાભાઇ ભટ્ટ સહિતના આરોપીઓ સાથે ખારાઘોડા-ઓડુ વચ્ચે આવેલા ખારીના પુલ પાસેથી ઝબ્બે કરી પોસ્કો અંગેની કલમ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ પાટડી પીએસઆઇ જે.બી.મીઠાપરા ચલાવી રહ્યાં છે.