Gadgets/ Panasonic India એ એક નવું Tough એન્ડ્રોઇડ 10 ટેબ્લેટ કર્યુ લોન્ચ, એક ચાર્જ પર ચાલશે આટલા કલાક

Panasonic India એ સોમવારે ભારતીય બજાર માટે એક નવું Tough એન્ડ્રોઇડ 10 ટેબ્લેટ લોન્ચ કર્યું જેની કિંમત 98,000 રૂપિયાથી શરૂ થાય છે.

Tech & Auto
Panasonic ટેબ્લેટ

Panasonic India એ સોમવારે ભારતીય બજાર માટે એક નવું Tough એન્ડ્રોઇડ 10 ટેબ્લેટ લોન્ચ કર્યું જેની કિંમત 98,000 રૂપિયાથી શરૂ થાય છે. આ ટેબ્લેટને ‘ToughBook S1-7.0’ નામ આપવામાં આવ્યું છે, તેણે બે બેટરી કદનાં વિકલ્પો રજૂ કર્યા છે અને તે એક જ ચાર્જ પર 14 કલાક સુધી ચાલી શકે છે. આ અંગે કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

આ પણ વાંચો – Auto / Kawasaki ની ઓફ રોડ બાઇક ભારતમાં લોન્ચ, ફિચર્સ ઉડાવી દેશે તમારા હોશ

7-ઇંચની આઉટડોર-જોઈ શકાય તેવી ડિસ્પ્લે સાથે, ઉપકરણ વિશિષ્ટ પેટન્ટેડ રેન મોડ જેવી એક અલગ જ સ્ક્રીન ટેકનોલોજીથી સજ્જ છે, જે એન્ટરપ્રાઇઝને કર્મચારીઓની ઉત્પાદકતામાં સુધારો કરવા અને કાર્યક્ષમ વ્યવસાયિક કામગીરીમાં સરળતા પ્રદાન કરવા સક્ષમ બનાવે છે. હીરોઆકી યામામોટો, સિસ્ટમ સોલ્યુશન્સ ડિવિઝન અને મેનેજિંગ ડિરેક્ટર, પેનાસોનિક ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, “લગભગ 60 ટકા બજાર હિસ્સા સાથે, અમે ઉત્પાદન, ઈમરજન્સી સેવાઓ, ઓટોમોબાઈલ, ફાર્માસ્યુટિકલ, લોજિસ્ટિક્સ, પાવર અને યુટિલિટી સેક્ટરમાંથી ઉદ્ભવતા પેનાસોનિક ઉપકરણોની નોંધપાત્ર માંગ જોઈ છે.” S1 GPS, ફીલ્ડ કેમેરા, બારકોડ રીડર, બિલ્ટ-ઇન NFC અને બ્લૂટૂથનાં રૂપમાં ઘણી કાર્યક્ષમતા પ્રદાન કરે છે.

આ પણ વાંચો – Technology / વોટ્સએપ દ્વારા હવે રિલાયન્સ ઘરે- ઘરે કરિયાણું અને શાકભાજી પહોંચાડશે…..

લેપટોપ સુરક્ષા, પોલીસ દળો, પ્રોડક્શન લાઇન પર દેખરેખ રાખતા ટેકનિશિયન, નિરીક્ષણ અને જાળવણી કરી રહેલા ફિલ્ડ સર્વિસ એન્જિનિયર્સ અથવા સાઇટ પર બાંધકામ કામદારો જેવી ઈમરજન્સીની સેવાઓને સપોર્ટ કરે છે.