Not Set/ પંચમહાલ: હાલોલ નગરનું તળાવ ઓવર ફ્લો

છેલ્લા બે દિવસથી રાજ્યમાં ફરી મેઘરાજા મહેરબાન થયા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ઉત્તર પૂર્વ અરેબિયન સમુદ્ર અને તેને સંલગ્ન સૌરાષ્ટ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેના કારણે ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. અવિરત વરસી રહેલા વરસાદને કારણે રાજયમાં ઠેર ઠેર પાણી ભરાયના દ્રશ્યો સામે આવી રહ્યા છે. છેલ્લા કેટલાક કલાકોમાં પંચમહાલના […]

Top Stories Gujarat Others
હાલોલ તળાવ પંચમહાલ: હાલોલ નગરનું તળાવ ઓવર ફ્લો

છેલ્લા બે દિવસથી રાજ્યમાં ફરી મેઘરાજા મહેરબાન થયા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ઉત્તર પૂર્વ અરેબિયન સમુદ્ર અને તેને સંલગ્ન સૌરાષ્ટ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેના કારણે ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. અવિરત વરસી રહેલા વરસાદને કારણે રાજયમાં ઠેર ઠેર પાણી ભરાયના દ્રશ્યો સામે આવી રહ્યા છે. છેલ્લા કેટલાક કલાકોમાં પંચમહાલના હાલોલમાં પોણા ચાર ઇંચ વરસાદ પડ્યો છે.  જેમાં પંચમહાલ જિલ્લાના હાલોલ નગરનું તળાવ સતત વરસી રહેલા વરસાદને કારણે ઓવરફ્લો થયું છે.

હાલોલનું તળાવ ઓવર થતાં ગામમાં પાણી ફરી વળ્યા છે. રોડ પર પાણી ભરાતાં વાહનવ્યવહારને ગંભીર અસર પહોંચી છે. તો પાવાગઢ રોડ, શાકમાર્કેટ, કંજરી ચોકડી વિસ્તારોમાં પાણી ભરાયા છે, તો શાકભાજી માર્કેટના વેપારીઓ અને રહેણાંક વિસ્તારોના રહીશો મુશ્કેલીમાં મૂકાયા છે.બીજ તરફ વરસાદ વધે તો હાલોલમાં સ્થિતિ વણસે તેવા અણસાર દેખાઇ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.