શેન વોર્નના પરિવાર અને મિત્રોએ મહાન ક્રિકેટરને વિદાય આપવા માટે તેમના વતન મેલબર્નમાં એક ખાનગી અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી. શેન વોર્નના ત્રણ બાળકો, માતા-પિતા અને મિત્રો એવા 80 લોકો સામેલ હતા જેઓ રવિવારે દિગ્ગજ ક્રિકેટરને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા આવ્યા હતા. તેના મિત્રોમાં નિવૃત્ત ટેસ્ટ કેપ્ટન માર્ક ટેલર અને એલન બોર્ડર અને ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોનનો સમાવેશ થાય છે.
શેન વોર્નને સર્વકાલીન ટોચના ખેલાડીઓમાં ગણવામાં આવતો હતો. 4 માર્ચે થાઇલેન્ડના સમુઇ આઇલેન્ડ ખાતે તેમનું અવસાન થયું, જ્યાં તેઓ તેમના મિત્રો સાથે રજાઓ પર હતા. તેના ‘ઓટોપ્સી’ ટેસ્ટમાં કહેવામાં આવ્યું છે કે 52 વર્ષીય શેનવોર્નનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું છે.
તેનો મૃતદેહ એક સપ્તાહ પહેલા થાઈલેન્ડના બેંગકોકથી મેલબર્ન લાવવામાં આવ્યો હતો. મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 30 માર્ચે તેને રાજ્ય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવશે, જેમાં સામાન્ય લોકોને આવવાની મંજૂરી આપવામાં આવશે. શેનવોર્નના માનમાં મેદાન પરના સ્ટેન્ડનું નામ આપવામાં આવશે.
શેન વોર્ને 15 વર્ષની ક્રિકેટ કારકિર્દીમાં કુલ 145 ટેસ્ટ રમી હતી, જેમાં તેણે કુલ 708 વિકેટ ઝડપી હતી. તે વિશ્વનો બીજો સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર બોલર પણ છે. વોર્ને તેની કેપ્ટનશીપમાં રાજસ્થાન રોયલ્સ માટે IPLનું પ્રથમ ટાઇટલ પણ જીત્યું હતું.
આ પણ વાંચો : જય શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ તરીકે ચાલુ રહેશે, તેમનો કાર્યકાળ આટલા લાંબા સમય સુધી લંબાયો છે
આ પણ વાંચો :શ્રીલંકાને એશિયા કપ 2022 ની યજમાની મળી, ACCએ તારીખ જાહેર કરી
આ પણ વાંચો :શોએબ અખ્તરે વીરેન્દ્ર સેહવાગને આપી ધમકી, કહ્યું- “કોઈ દિવસ મને મળશે તો બહુ મારીશ”
આ પણ વાંચો : સચિન તેંડુલકરે ફેન્સને ખાસ રીતે હોળીની શુભેચ્છા પાઠવી