Not Set/ પંચમહાલ: 6 નકલી ડોકટરો ઝડપાયા, કોરોના કાળમાં કરી હતી ધુમ કમાણી

પંચમહાલ : કોરોના કહેરમાં આરોગ્યની હાટડીઓ ચલાવી ધૂમ પ્રેક્ટિસ કરતા ૬ ઝોલા છાપ ડોકટરોને ૪ લાખની દવા સહિતના મુદ્દામાલ સાથે એસ.ઓ.જી. પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા   કોરોનાની વૈશ્વિક મહામારીના સમયે દરેક બિમારીઓથી પિડિત દર્દીઓ માટે ડોક્ટર ભગવાન સમાન બની જાય છે પરંતુ આવા કપરા સમયમાં અમુક તકવાદી તત્વો બોગસ ડોકટર બનીને ગ્રામ્ય વિસ્તારોમાં પિડિતોનો […]

Gujarat
IMG 20210602 WA0062 પંચમહાલ: 6 નકલી ડોકટરો ઝડપાયા, કોરોના કાળમાં કરી હતી ધુમ કમાણી

પંચમહાલ : કોરોના કહેરમાં આરોગ્યની હાટડીઓ ચલાવી ધૂમ પ્રેક્ટિસ કરતા ૬ ઝોલા છાપ ડોકટરોને ૪ લાખની દવા સહિતના મુદ્દામાલ સાથે એસ.ઓ.જી. પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા

 

કોરોનાની વૈશ્વિક મહામારીના સમયે દરેક બિમારીઓથી પિડિત દર્દીઓ માટે ડોક્ટર ભગવાન સમાન બની જાય છે પરંતુ આવા કપરા સમયમાં અમુક તકવાદી તત્વો બોગસ ડોકટર બનીને ગ્રામ્ય વિસ્તારોમાં પિડિતોનો ફાયદો ઉઠાવી કમાણી કરતા હોય છે એવા ૬ બની બેઠેલા બોગસ ડોક્ટરો પંચમહાલ જિલ્લાના અલગ અલગ જગ્યાએથી ઝડપાતા ચકચાર મચી જવા પામી છે.

IMG 20210602 WA0064 પંચમહાલ: 6 નકલી ડોકટરો ઝડપાયા, કોરોના કાળમાં કરી હતી ધુમ કમાણી

આરોગ્ય વિભાગ અને જિલ્લા એસ.ઓ.જી.પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ તપાસની વિગત મુજબ જિલ્લામાં કાલોલ અને હાલોલ તાલુકામાં પરપ્રાંતીય યુવકો ભાડાના મકાનમાં એલોપથીની હાટડીઓ ખોલીને બોગસ ડોક્ટરો બની બેઠા હોવાનો પર્દાફાશ થયો હતો. જે મધ્યે પશ્ચિમ બંગાળમાંથી આવેલા ઉજજવલ નિર્મલન્દુ હલદર એરાલ ગામમાં વિમલાબેન વિરેન્દ્રભાઈ પરમારના મકાનમાં શ્રેયા કલીનીક અને સરનંદુ શુકલાલ હલદર નિશાળ ફળિયામાં ખુમાનસિંહ માનસિંહ ચૌહાણના મકાનમાં કલીનિક ખોલીને બન્ને ઈસમોએ કોઈપણ પ્રકારની તબીબી અંગેની માન્યતા પ્રાપ્ત ડિગ્રી કે લાયસન્સ વિના ગેરકાયદે તબીબી પ્રેક્ટિસ કરતા ઝડપાયા હતા.

IMG 20210602 WA0063 પંચમહાલ: 6 નકલી ડોકટરો ઝડપાયા, કોરોના કાળમાં કરી હતી ધુમ કમાણી

હાલોલ તાલુકાના શિવરાજપુર ખાતે ચોડા ફળિયામાં રહેતા ૫૯ વર્ષીય આધેડ તબીબ ગીરીશભાઈ પ્રમોદભાઈ પટેલના શિવરાજપુર ખાતે આવેલા ક્લિનિકમાં છાપો મારી ગીરીશભાઈ પાસે તબીબી પ્રેક્ટિસ કરવા માટેના આધારભૂત પુરાવા રૂપ સરકાર માન્ય તબીબી સર્ટિફિકેટ અને ડિગ્રી માંગ્યા હતા પરંતુ આ બોગસ તબીબ પાસે કોઈપણ જાતના સર્ટીફીકેટ કે ડિગ્રીના મળી આવતા પોલીસે સરકાર માન્ય પ્રાપ્ત ડિગ્રી વગર ઝોલાછાપ તબીબ જે આખે આખું ક્લિનિક શિવરાજપુર ખાતે ચલાવતો હતો તેની અટકાયત કરી હતી. તેમજ ગોધરા શહેરમાં સાતપુલ વિસ્તારમાં કેપસુલ ફેકર મણકી કોમ્પ્લેક્સ માં સુફીયાન મહેબૂબ વાઢેલ અને ઓવેશ ઈલ્યાસ સદામસ તેમજ મીમ મસ્જીદ સીંગનલ ફળીયા વિસ્તારમાં સાદિક મોહંમદસઈદ મલાના ક્લીનીક ઉપર આરોગ્ય અને પોલીસ દ્વારા સ્થળ તપાસ હાથ ધરી આ બની બેઠેલા બોગસ ડોક્ટરો પાસે માન્યતા પ્રાપ્ત તબીબી ડિગ્રી કે એલોપેથિક દવાઓ રાખવાનું લાયસન્સ માંગતા તેઓની પાસે કોઈ ડિગ્રી કે લાયસન્સ ઉપલબ્ધ નહીં હોવાથી આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા રૂ. ૪,૧૨,૫૯૩ ની વિવિધ એલોપેથિક દવાઓ અને તબીબી સાધનો કબ્જે કરી બની બેઠેલા આ બોગસ ડોક્ટરો વિરુદ્ધ અલગ અલગ પોલીસ મથકમાં ગુન્હો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.