Not Set/ ગોધરા સર્કિટ હાઉસ ખાતે PSIએ યુવતી સાથે બિભત્સ બોલાચાલી કરી,અગાઉ પણ પ્રોહીબિશન બદલ થયા હતા સસ્પેન્ડ

પંચમહાલ, ગોધરા ખાતે પોલીસ તંત્રમાં શરમજનક કિસ્સો બનવા પામ્યો છે. ગોધરા ખાતે આવેલા સર્કિટ હાઉસમાં રાજાપાટમાં મ્હાલી રહેલા પીએસઆઇ વી બી વસાવા ભાન ભૂલી ગયા હતા. નશામાં ચૂર થયેલા પીએસઆઇ સર્કિટ હાઉસમાં એક યુવતી સાથે બિભત્સ બોલાચાલી કરી હતી. તેમજ પોતાના રોફમાં ગેરવર્તણુક કરી હોબાળો મચાવ્યો હતો. નશામાં ચૂર PSIએ બબાલ કરતા પોલીસને જાણ કરવામાં […]

Gujarat Others Videos
mantavya 231 ગોધરા સર્કિટ હાઉસ ખાતે PSIએ યુવતી સાથે બિભત્સ બોલાચાલી કરી,અગાઉ પણ પ્રોહીબિશન બદલ થયા હતા સસ્પેન્ડ

પંચમહાલ,

ગોધરા ખાતે પોલીસ તંત્રમાં શરમજનક કિસ્સો બનવા પામ્યો છે. ગોધરા ખાતે આવેલા સર્કિટ હાઉસમાં રાજાપાટમાં મ્હાલી રહેલા પીએસઆઇ વી બી વસાવા ભાન ભૂલી ગયા હતા.

નશામાં ચૂર થયેલા પીએસઆઇ સર્કિટ હાઉસમાં એક યુવતી સાથે બિભત્સ બોલાચાલી કરી હતી. તેમજ પોતાના રોફમાં ગેરવર્તણુક કરી હોબાળો મચાવ્યો હતો. નશામાં ચૂર PSIએ બબાલ કરતા પોલીસને જાણ કરવામાં આવી હતી.

બી ડિવિઝન પોલીસ મથકે PSI સામે પ્રોહીબિશનનો ગુનો નોંધાયો છે. PSI અગાઉ પણ પ્રોહીબિશન બદલ તેમજ ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. રાજયમાં દારૂ બંધી હોવા છતાં રક્ષક જ ભક્ષક બને તો ફરિયાદ કોને કરવી તેવો સવાલ ચર્ચાના ચગડોળો ચડયો છે.