Panchmahal/ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને ૨૦૦ કરોડથી વધુ રકમનું ચુકવણું

કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને ૨૦૦ કરોડથી વધુ રકમનું ચુકવણું

Gujarat Others
bachu khabad 1 કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને ૨૦૦ કરોડથી વધુ રકમનું ચુકવણું

#મોહસીન દાલ ,પંચમહાલ 

મહાનુભાવોના હસ્તે સાત પગલા ખેડૂત કલ્યાણ યોજનાના વિવિધ લાભાર્થીઓને સહાય વિતરણ કરાયું

આજે દેશભરમાં ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે સુશાષન દિવસની ઉજવણી કરાઈ રહી છે ત્યારે પંચમહાલ જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. શહેરા તાલુકામાં શહેરા નગરપાલિકા હોલ ખાતે જિલ્લા કલેક્ટર અમિત અરોરાની અધ્યક્ષતામાં કિસાન કલ્યાણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ સરકાર દ્વારા કાર્યરત કિસાન કલ્યાણ યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપતા આ યોજનાઓની સફળતા માટે વધુમાં વધુ લાભાર્થીઓને તેમનો લાભ ઉઠાવવા આગ્રહ કર્યો હતો. જિલ્લાના ૨ લાખથી વધુ ખેડૂતોને કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ૨૦૦ કરોડથી વધુ રકમનું ચુકવણું ડાયરેક્ટ બેન્ક ટ્રાન્સફર મારફતે કરવામાં આવ્યું છે, ત્યારે આવી લાભકારી યોજનાઓનો લાભ છેવાડાના દરેક ખેડૂત સુધી પહોંચે તે માટે સક્રિયપણે સહકાર આપવા જણાવ્યું હતું. કોરોના સંક્રમણનો ભય ટળ્યો નથી ત્યારે માસ્ક અને સામાજિક અંતર સહિતની સાવચેતીઓનું પાલન ચુસ્તપણે કરવા જિલ્લા સમાહર્તાએ અનુરોધ કર્યો હતો. જિલ્લામાં કોરોના સંક્રમિતોની સારવાર અર્થે ઉપલબ્ધ સંસાધનો અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે વેક્સિન ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી માસ્ક જ વેક્સિન છે. કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સાત પગલા ખેડૂત કલ્યાણના અંતર્ગતની વિવિધ યોજનાઓ માનવ ગરિમા યોજના સિલાઈ મશીન, કડિયા કામની કીટ, સુથારી કામ કીટ, શ્રેષ્ઠ પશુપાલકના એવોર્ડ, મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ અગાઉ કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા ખેતીવાડી અધિકારી જે.ડી. ચારેલે ઉપસ્થિતજનોને આવકારતા સ્વાગત પ્રવચન કર્યુ હતું. કાર્યક્રમમાં ઈ-સેવાસેતુ અને કોરોના અંગેની ફિલ્મનું પણ નિદર્શન કરવામાં આવ્યું હતું. આ જ શ્રેણીમાં જિલ્લાના અન્ય તાલુકાઓ, ગોધરા તાલુકામાં ધારાસભ્ય સી.કે.રાઉલજીની ઉપસ્થિતિમાં ત્રિમંદિર, ભામૈયા ચોકડી ખાતે, મોરવા હડફમાં પૂર્વ ધારાસભ્ય નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં સરકારી પ્રાથમિક શાળા, મોરવા ખાતે, હાલોલમાં પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં તાલુકા પંચાયત કચેરી કમ્પાઉન્ડ ખાતે, કાલોલમાં જલારામ મંદિર ખાતે ધારાસભ્ય સુમનબેન ચૌહાણની ઉપસ્થિતિમાં, ઘોઘંબા તાલુકામાં સ્વામિનારાયણ મંદિર, કણબી પાલ્લી ખાતે પૂર્વ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં તેમજ જાંબુઘોડા તાલુકામાં મહાત્મા ગાંધી ભવન ખાતે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ કેતુબેન દેસાઈની પ્રેરક ઉપસ્થિતમાં અને જિલ્લાના ઉચ્ચ પદાધિકારીઓ-અધિકારીઓની હાજરી સાથે આ ઉજવણી કાર્યક્રમ યોજાયા હતા.

Bodeli / કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરેલા ત્રણ કૃષિ કાયદાઓથી ખેડૂતોની આ…

Gujarat / એઇમ્સના ખાતમુહુર્ત માટે વડાપ્રધાન મોદીનું 31મી એ થઈ શકે છે ર…

ભષ્ટાચાર / લેન્ડ ગ્રેબિંગ એક્ટથી ભષ્ટાચાર પર પણ લગામ, અન્ય ક્ષેત્રોનો ઉ…

Political / બસપા પ્રમુખ માયાવતીએ સરકારને જાણો શું કરી માંગ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…