પંચમહાલનું ગૌરવ/ મેટ્રોની માનુની નહીં ગામડાંની ગોરી બની મિસિસ ઈન્ડિયા યુનિવર્સ

સફળતા વિશે દર્શનાનું માનવું છે કે, કોઈપણ બાબતમાં સફળ થવા માટે સૌથી વધારે મહેનત અને દ્રઢ સંકલ્પ તેમજ મજબૂત મનોબળ જરૂરી છે.

Gujarat Others
પંચમહાલનું ગૌરવ

મેટ્રો સિટીની જ માનુની મિસ કે મિસિસ ગુજરાત કે ઈન્ડિયાનો ખિતાબ જીતી શકે. એવી માન્યતાને પંચમહાલ જિલ્લાના નાનકડા ગામ હાલોલની એક પરણિત મહિલાએ બદલી છે. હાલોલની પરણિતાએ જયપુર ખાતે મિમિસ ઈન્ડિયા યુનિવર્સનો ખિતાબ જીતીને તેના ગામ અને સમાજનું નામ તો રોશન કર્યું જ છે ઉપરાંત પંચમહાલનું ગૌરવ બની અનેક મહિલાઓ માટે પ્રેરણારૂપ બની છે.

હાલોલની દર્શના પટેલે બ્યુટી કોન્ટેસ્ટ મિસિસ ઇન્ડિયા યુનિવર્સમાં મિસિસ ઇન્ડિયા યુનિવર્સનું ટાઇટલ જીતી અને ઇતિહાસ સર્જ્યો છે. દેશભરમાંથી પસંદગી પ્રક્રિયા બાદ જયપુર ખાતે બ્યુટી કોન્ટેસ્ટમાં 22 યુવતીઓની વચ્ચે બરબરની ટક્કર થઈ હતી. જેમાં જુદા જુદા રાઉન્ડ બાદ 22 યુવતીઓ માંથી 5 યુવતીઓ છેલ્લા  રાઉન્ડમાં પહોંચી હતી. દર્શનાનો જન્મ અને ઉછેર સામાન્ય કુંટુંબમાં જ થયો છે. વ્યવવસાએ દર્શના ડૉક્ટર અને બિઝનેસ વુમેન છે જે હવે મિસીસ ઈન્ડિયા યુનિવર્સ બની ચૂકી છે. પંચમહાલનું ગૌરવ બનેલી દર્શના એક બાળકીની માતા છે. દર્શનાની આ જીતથી તેના પરિવવારજનો તેમજ હાલોલમાં ખુશીની લાગણી વહી રહી છે.

મિમિસ પટેલમાંથી મિસિસ ઈન્ડિયા અને યુનિવર્સ બનેલી દર્શના પટેલે તેની સફળતા અને સંઘર્ષની વાત કરતાં જણાવ્યું હતું કે, તેને બાળપણથી મોડેલ અને એક્ટ્રેસ બનવાની ઈચ્છા હતી જે હવે પૂર્ણ થઈ છે. આ ખિતાબ પોતાને નામ કરવા માટે દર્શનાએ કોઈ કોચિંગ વિના જ ઘરે ત્રણ મહિનાથી પણ વધુ સમય સખત  અને આયોજનપૂર્ણક મહેનત કરી હતી. સફળતા વિશે દર્શનાનું માનવું છે કે, કોઈપણ બાબતમાં સફળ થવા માટે સૌથી વધારે મહેનત અને દ્રઢ સંકલ્પ તેમજ મજબૂત મનોબળ જરૂરી છે. સફળતામાં મહેનત, મજબૂત મનોબળની સાથે પરિવારનો સાથ સહકાર પણ ખૂબ મહત્વના છે. દર્શના તેની સફળતાનો શ્રેય તેના પતિને આપતા જણાવે છે કે તેના પતિના સાથ વિના તેનું મિસિસ ઈન્ડિયા યુનિવર્સ બનવું શક્ય નથી. ખૂબ સપના જોતી દર્શના હવે ગ્લેમરક્ષેત્રના શિખરો સર કરવાના સપના સેવી રહી છે.

આ પણ વાંચો : ચાલો ઘર ચકલીને આપણા ઘરે પાછી લાવીએ….

આ પણ વાંચો :ઈમરાન પરના સંકટમાં આ ત્રણ મહિલાઓની ચર્ચા કેમ થઈ રહી છે ?

આ પણ વાંચો :મોટા પેટવાળા પુરુષોનું અહીં કરવામાં આવે છે સન્માન, જાડા થવા માટે પીવે છે ગાયનું લોહી  

આ પણ વાંચો : AC ખરીદતી વખતે આ બાબતોની ચોક્કસથી યાદ રાખજો, ફાયદો થશે