નિમણુક/ ગુજરાત સરકારના નવા મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારની નિમણૂક કરાઈ

રાજ્યનાં સામાન્ય વહીવટ વિભાગ  દ્વારા તેમને  ઓર્ડર અપાયો છે

Top Stories Gujarat
કન્નોજ 12 ગુજરાત સરકારના નવા મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારની નિમણૂક કરાઈ

ગુજરાત સરકારના નવા મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારની નિમણૂક કરવામાં આવી છે. આગામી 31મી ઑગસ્ટના રોજ મુખ્ય સચિવ અનિલ મુકીમનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે ત્યારે   તેમનું પદ તેઓ લેશે . રાજય માં  હાલના ગૃહ વિભાગના અધિકમુખ્ય સચિવ પંકજ કુમારની મુખ્ય સચિવ તરીક નિમણૂક કરવામાં આવી છે.રાજ્યનાં સામાન્ય વહીવટ વિભાગ  દ્વારા તેમને  ઓર્ડર અપાયો છે .પંકજકુમાર1986ની બેચનાં IAS ઓફિસર છે .

આ પણ વાંચો :CM અશોક ગેહલોતની તબિયત લથડી, દિલ્હી જવાનું શેડ્યૂલ મોકૂફ

રાજ્યમાં ખાલી પડેલા પદ  માટે ઘણા વ્યક્તિઓના  નામ  લાઈન માં હતા  જેમાં . આ પદ માટે પહેલેથી જ પંકજ કુમારનું નામ ચર્ચામાં હતું. રાજ્યના મુખ્ય સચિવ પદની પસંદગી માટે ત્રણ સિનિયર અધિકારીઓની પેનલ તૈયાર કરવામાં આવી હતી. જેમાં સિનિયર સભ્યોમાં ત્રણ અધિક મુખ્ય સચિવ કક્ષાના અધિકારીઓના નામ સામેલ હતા. આ પદ માટે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તા અને પંચાયત ગ્રામ ગૃહનિર્માણના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાનું નામ ચર્ચામાં હતું. આખરે પંકજ કુમારના નામ પર મહોર લાગી હતી.

આ પણ વાંચો :અમદાવાદ માં 3થી 11 સપ્ટેમ્બર દરમિયાન કતલખાના બંધ રહેશે