KBC 13/ હોટસીટ પર બેસશે પંકજ ત્રિપાઠી-પ્રતિક ગાંધી, બીગ બી સાથે શેર કરશે દિલચસ્પ કિસ્સાઓ

બંને કલાકારો હોટસીટ પર હોસ્ટ અમિતાભ બચ્ચન સાથે રમત રમશે. પંકજ ત્રિપાઠી અને પ્રતિક ગાંધી સામાજિક કાર્યો માટે ગેમ રમશે અને જીતની રકમનો…

Trending Entertainment
પ્રતિક ગાંધી

અભિનેતા પંકજ ત્રિપાઠી અને પ્રતીક ગાંધી “કૌન બનેગા કરોડપતિ 13” ના “શાનદાર શુક્રવાર” ના આગામી એપિસોડમાં ખાસ મહેમાન તરીકે જોવા મળશે. બંને કલાકારો હોટસીટ પર હોસ્ટ અમિતાભ બચ્ચન સાથે રમત રમશે. પંકજ ત્રિપાઠી અને પ્રતિક ગાંધી સામાજિક કાર્યો માટે ગેમ રમશે અને જીતની રકમનો નેક કામમાં ઉપયોગ કરશે. તેમની શૉના હોસ્ટ અમિતાભ બચ્ચન સાથે વાતચીત પણ જોવા મળશે. પંકજ ત્રિપાઠી પંડિત બનારસ તિવારી હેમનવંતી દેવી ફાઉન્ડેશન અને પ્રતિક ગાંધી મુકુલ ટ્રસ્ટને પૈસા દાન કરશે. બન્ને કલાકારો અત્યં આત્મવિશ્વાસ સાથે અમિતાભ બચ્ચનના પ્રશ્નોના ઉત્તર આપશે અને સાથે મસ્તી મજાક પણ કરશે.

આ પણ વાંચો :દિલ્હીની તીસ હજારી કોર્ટે હની સિંહની માંગ સ્વીકારી, હવે બંધ રૂમમાં થશે સુનાવણી

ગેમની સાથે સાથે પંકજ ત્રિપાઠી અને પ્રતિક ગાંધી અમિતાભ બચ્ચન સાથે પોતાના અંગત જીવનના અને ઈન્ડસ્ટ્રીના અમુક કિસ્સા પણ શેર કરશે. ઉલ્લેખનીય છે કે પ્રતિક ગાંધીનો શૉ મોહનનો મસાલો ઘણો લોકપ્રિય છે. પ્રતિક ગાંધી કૌન બનેગા કરોડપતિના સેટ પર પણ તેનો એક નાનકડો ભાગ ભજવતો જોવા મળશે. બિગ બી સાથે પ્રતિક ગાંધી એક ક્વિઝ પણ રમશે, જ્યાં તે હોસ્ટને રસપ્રદ પ્રશ્નો પૂછશે.

Instagram will load in the frontend.

કૌન બનેગા કરોડપતિ 13 નો ‘શાનદાર શુક્રવાર’ એપિસોડ શુક્રવારે સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન પર પ્રસારિત થશે. આ એપિસોડ 1 ઓક્ટોબરે રિલીઝ થશે. ઉલ્લેખનીય છે કે આ જ દિવસે પ્રતીક ગાંધીની ફિલ્મ ‘ભવાઈ’ રિલીઝ થવાની છે.

પંકજ ત્રિપાઠી ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ ફિલ્મ શ્રુંખલા, ‘ફુકરે’, ‘મસાન’ જેવા અનેક પ્રોજેક્ટ માટે જાણીતા છે જ્યારે વેબ સિરીઝ ‘સ્કેમ 1992’ માં સ્ટોક બ્રોકર હર્ષદ મહેતાની ભૂમિકા માટે પ્રતીક ગાંધીની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

આ પણ વાંચો : તારક મહેતા…’ના ‘બબિતાજી’એ સેલિબ્રેટ કર્યો બર્થ ડે, વિશ કરનારનો માન્યો આભાર

ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે, કેબીસી 13માં સુનીલ શેટ્ટી અને જેકી શ્રોફનું આવ્યા હતા અને આઅ બંને અભિનેતાએ તેમના બાળપણ, મિત્રતા અને તેમની ફિલ્મી કારકિર્દી વિશે ઘણા અંગત કિસ્સા શેર કર્યા હતા. જેકીએ શેર કર્યું કે જ્યારે તે હજુ પણ નવોદિત હતો, તે એક વખત અમિતાભ બચ્ચનનો ઓટોગ્રાફ મેળવવા માંગતો હતો અને જ્યારે તે બિગ બી તરફ ચાલતો હતો, ત્યારે અભિષેક અને શ્વેતા બચ્ચન તેનો ઓટોગ્રાફ મેળવવા તેની પાસે દોડી ગયા હતા.

શાનદાર શુક્રવાર’માં આ સેલેબ્સ જોવા મળે

આ સિઝનમાં ‘શાનદાર શુક્રવાર’માં અત્યાર સુધી દીપિકા પાદુકોણ-ફરાહ ખાન, વિરેન્દ્ર સેહવાગ-સૌરવ ગાંગુલી, નીરજ ચોપરા-પીઆર શ્રીજેશ, જેકી શ્રોફ-સુનીલ શેટ્ટી જેવા સેલેબ્સ જોવા મળ્યા હતા.

આ પણ વાંચો :ભારત રત્ન લતા મંગેશકરનું ખોવાયેલું આ ગીત 26 વર્ષ પછી મળ્યું, જાણો શું છે એમાં ખાસ

આ પણ વાંચો :સલમાન ખાનના શો એન્ટ્રી લીધા પહેલા આ સ્પર્ધકને આવ્યો પેનિક એટેક, છોડ્યો શો