Cricket/ અંતિમ ટેસ્ટમાં વિકેટકીપિંગ નહી કરે પંત, જાણો શું છે કારણ

ઓસ્ટ્રેલિયા અને ભારત માટેની શ્રેણી તેની અંતિમ ક્ષણે છે કારણ કે શ્રેણીની છેલ્લી ટેસ્ટ બ્રિસ્બેનમાં યોજાવાની છે. સિડની ટેસ્ટ ડ્રો કરીને ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની સિરીઝ બરાબરી પર લાવી  દીધી છે…

Sports
11 5 sixteen nine 25 અંતિમ ટેસ્ટમાં વિકેટકીપિંગ નહી કરે પંત, જાણો શું છે કારણ

ઓસ્ટ્રેલિયા અને ભારત માટેની શ્રેણી તેની અંતિમ ક્ષણે છે કારણ કે શ્રેણીની છેલ્લી ટેસ્ટ બ્રિસ્બેનમાં યોજાવાની છે. સિડની ટેસ્ટ ડ્રો કરીને ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની સિરીઝ બરાબરી પર લાવી  દીધી છે. હવે બ્રિસ્બેનમાં શ્રેણીનો નિર્ણય થવાનું નક્કી છે. જો કે, ટીમ ઇન્ડિયા માટે ચોથી ટેસ્ટ પહેલા ઘણા ખરાબ સમાચાર સામે આવ્યા છે.

જેમાં રવિન્દ્ર જાડેજા અને હનુમા વિહારી આઉટ થયા છે, જસપ્રિત બુમરાહ પણ રમશે નહીં. આ ખેલાડીઓની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયા મેદનમાં ઉતરવાની છે આ પણ મોટો પ્રશ્ન બની રહ્યો છે. એટલા માટે કે હનુમા વિહારી, રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિનન ઈજાગ્રસ્ત હોવાથી ચોથી અને અંતિમ ટેસ્ટ મેચમાં ભારતીય બેટિંગ ક્રમ નબળો બની શકે છે. આ સ્થિતિમાં ટીમ મેનેજમેંટ રિદ્ધિમાન સાહાને વિકેટકીપર તરીકે અને રિષભ પંતને નિષ્ણાંત બેટ્સમેન તરીકે અજમાવી શકે છે. અંતિમ ટેસ્ટ માટે નિષ્ણાંત બેટ્સમેન તરીકે ભારત મયંક અગ્રવાલ અને પૃથ્વી શો ની સાથે પણ જઇ શકે છે.

વિહારી, જાડેજા અને અશ્વિન પહેલા મોહમ્મદ શમી અને ઉમેશ યાદવ અને લોકેશ રાહુલ ઈજા પહોંચતા પહેલા જ ઘરે પરત ફર્યા છે. આ બધાની ગેરહાજરીમાં ભારતનું લાઇનઅપ બરાબર લાગતું નથી. ટોચનાં ક્રમમાં, શુભમન ગિલ અને રોહિત શર્મા ઇનિંગની શરૂઆત કરશે, જ્યારે ચેતેશ્વર પૂજારા ત્રીજા નંબરે બેટિંગ કરશે અને ચોથા નંબર પર કેપ્ટન અજિંક્ય રહાણે રહેશે, પરંતુ પાંચમાં નંબર પર કોણ હશે તે નક્કી નથી. સામાન્ય રીતે પાંચમાં નંબર પર બેટિંગ કરનાર હનુમા વિહારીને ત્રીજી ટેસ્ટનાં અંતિમ દિવસે છઠ્ઠા નંબર પર બેટિંગ માટે મોકલવામાં આવ્યો હતો. પાંચમાં નંબર પર બેટિંગ કરવા પંત તેની જગ્યાએ ઉતર્યો હતો. પાંચમા નંબર પર પંતે જે રીતે બેટિંગ કરી તેના કારણે પંત પ્રથમ નંબર પર બેટ્સમેન તરીકે રમી શકે છે, જ્યારે સાહા છઠ્ઠા ક્રમે રમી શકે છે.

Cricket / સ્મિથને સારી બેટિંગનો મળ્યો ફાયદો, રેન્કિંગમાં પહોંચ્યો આ સ્…

Cricket / ટીમ ઈન્ડિયાને વધુ એક ઝટકો, આ ખેલાડી થયો ઈજાગ્રસ્ત…

Cricket / ભારત-ઔસ્ટ્રેલિયા મેચ: વોર્નરે પ્રેક્ષકો દ્વારા કરવામાં આવેલ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો